ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટનું એક એવુ ગામ કે જ્યાં આઝાદી પછી ચૂંટણી જ કરવામાં નથી આવી.આવુ એટલા માટે કારણ કે ગામમાં સરપંચની પસંદગી ગામ દ્વારા સમરસતાથી કરવામાં આવે છે.આ ગામમાં કોઈ પક્ષના લોકો આવીને પ્રચાર કરી શકતા નથી.કારણ કે આ ગામમાં ચૂંટણી પ્રચાર કરવા પર રોક છે.પણ ગામના લોકોએ મતદાન કરવું ફરજિયાત હોય છે.સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર ગામ તરીકે રાજકોટથી 22 કિલોમીટરના અંતરે આવેલા રાજસમઢિયાળાનું નામ દરેકના હોઠ પર આવી જાય.
- Advertisement -
આ ગામમાં 100 ટકા મતદાન થાય છે.અહિંયા જે મતદાન ન કરે તેને દંડ ફટકારવામાં આવે છે.અહિંયા વર્ષોથી ગ્રામ પંચાયતે નિયમ બનાવ્યો છે કે મતદાન ન કરનારને 51થી 1000 સુધીનો દંડ ભરવો.આ ગામનો જો આટલો વિકાસ થયો હોય તો તેમાં સૌથી મોટો ફાળો રાજસમઢિયાળાના હરદેવસિંહ જાડેજાનો છે.હરદેવસિંહે ગામને એવી રીતે કંડાર્યુ છે કે અન્ય ગામોના લોકો પણ રાજસમઢિયાળાના માર્ગે ચાલવા માટે મજબૂર બન્યા છે.
ગામ લોકો અને પંચાયતે નક્કી કરેલા નિયમો જ આં ગામનો કાયદો છે અને અહીંની લોક અદાલત જ ગ્રામજનો માટે સુપ્રિમ છે. પણ આ ગામની એક ખાસ વાત તે પણ છે કે અહિં છેલ્લા 40 વર્ષથી કોઈ ગુનો નોંધાયો નથી. આ ગામને રાજ્યનું આદર્શ અને સ્વચ્છ ગામ માનવામાં આવે છે.
રાજસમઢિયાળા ગામની બાજુમાં આવેલા સરધાર ગામના વતની નીતિનભાઈ ઢાંકેચાએ જણાવ્યું કે અમે છેલ્લા 50 વર્ષથી રાજસમઢિયાળા ગામ સાથે જોડાયેલા છીએ.નીતિનભાઈ હરદેવસિંહ સાથે છેલ્લા 35 વર્ષથી જોડાયેલા છે.રાજ સમઢિયાળા ગામના નિયમો હરદેવસિંહે બનાવેલા છે.
- Advertisement -
આ નિયમો એટલા માટે બનાવવામાં આવ્યા છે કારણ કે આ ગામના લોકો શાંતિથી રહી શકે અને ખોટા માર્ગે ન દોરાઈ.જેથી આ નિયમો બનાવવામાં આવ્યાં છે. ત્યારે નીતિનભાઈએ કહ્યું કે અમે પણ ઈચ્છીએ છીએ કે આજુબાજુના ગામોમાં પણ આવા નિયમો બનાવવામાં આવે.જેથી ગામના લોકો સુખી થાય.
નીતિનભાઈએ કહ્યું કે જ્યારે ચૂંટણી પ્રચાર કરવામાં આવે ત્યારે નાના નાના ગામમાં બે પક્ષો જ્યારે પોતાનો પ્રચાર કરવા માટે આવે છે.જેને લઈને ગામમાં કજિયા-કંકાસ થાય છે.અને ચૂંટણી પુરી થયા પછી પણ આ વિવાદ ઉભા રહે છે.જેના કારણે ગામમાં શાંતિ જળવાતી નથી.
નીતિનભાઈનું માનવુ છે કે જો નાના નાના ગામોને સુખી કરવા હોય તો જે નિયમો રાજસમઢિયા ગામમાં છે.તેવા નિયમો દરેક ગામમાં હોવા જોઈએ.જેથી કરીને ગામનો વિકાસ પણ થાય અને ગામમાં ખોટા કજિયા-કંકાસ પણ થાય.જેથી આ નિયમોનું દરેક ગામોમાં પાલન થવું જોઈએ.