એલસીબીએ 69 હજારનો દારૂ પકડી પાડ્યો : બેની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દિવાળી તહેવાર ટાણે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે બુટલેગરો મેદાનમાં ઉતર્યા છે તેની સામે પોલીસે પણ કમર કસી છે અને આવા બુટલેગરો ઉપર ધોંસ બોલાવી રહી છે ત્યારે થોરાળા પોલીસે 2,54,592 રૂપિયાના દારૂ એસ્થે એક બુટલેગરની ધરપકડ કરી 4,09,592 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી એકની શોધખોળ હાથ ધરી છે તેમજ એલસીબી ઝોન 2ની ટીમે 68,940 રૂપિયાના દારૂ એસ્થે એકને ઝડપી લઇ 2,28,940 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અન્વયે થોરાળા પોલીસ મથકના પીઆઇ એન જી વાઘેલા અને પીએસઆઇ ડોબરીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ ડી,કે,ખામ્ભલા, દિવ્યરાજસિંહ ઝાલા અને સંજયભાઈને મળેલી બાતમી આધારે સંતકબીર રોડથી ગોકુલનગર આવાસ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી રીક્ષા પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી 2,54,592 રૂપિયાનો 816 બોટલ દારૂ મળી આવતા રિક્ષામાં બેઠેલા આંબેડકરનગરના જીતુ ઉર્ફે હિતો નાથાભાઈ ચંદ્રપાલ ઉ.36ની ધરપકડ કરી દારૂ, રીક્ષા, મોબાઈલ સહીત 4,09,592 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી પુછ્તાછ કરતા આલીમઅલી અનીશભાઈ શેખનું નામ ખુલતા પોલસીએ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે જયારે એલસીબી ઝોન 2ના પીએસઆઈ રામદેવસિંહ ઝાલા અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે ગંગોત્રી પાર્કમાં દરોડો પાડી કાર અને રિક્ષામાંથી 68,940 રૂપિયાનો 174 બોટલ મળી આવતા ગંગોત્રી પાર્કમાં રહેતા કેતન જગદીશભાઈ સિંધવની ધરપકડ કરી રીક્ષા, દારૂ, કાર અને ફોન સહીત 2,28,940 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ કરતા દીપુ સુંદરરામ લાખાણીનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.