વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘ગદર-2’નું ટીઝર આઉટ થઈ ગયું છે. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મનું ટીઝર ખૂબ જ દમદાર છે. ટીઝર જોયા બાદ ફેંસમાં ફિલ્મને લઈને ઘણી એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. ‘ગદર-2’ના ટીઝરની શરૂઆત એક મહિલાના ડાયલોગ સાથે થાય છે મહિલા કહે છે “જમાઈ છે પાકિસ્તાનનો, તેને નારિયેળ આપો, તિલક લગાવો નહીં તો લાહોર લઈ જશે.” તેના બાદ લોકોની ભીડ ભાગતા જોવા મળે છે. લોકો એક બીજા સાથે લડતા જોવા મળે છે.
સનીની ધાંસૂ એન્ટ્રી
ભાગતી ભીડમાં ટ્રકથી એક આદમી ઉતરતો જોવા મળે છે જે સની દેઓલ એટલે કે તારા સિંહ હોય છે. સની બ્લેક પઠાણ સૂટ અને પાગડીમાં જોવા મળે છે. સાથે જ એક મોટો ચાકડો ફેંકે છે. સનીની ધાંસૂ એન્ટ્રી જોતા જ ફિલ્મ માટે એક્સાઈટ મેન્ટ વધી ગઈ છે. ત્યાં જ ટીઝરમાં સકીનાને ન જોઈ ફેંસ નિરાશ પણ છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
સની દેઓલની ફિલ્મ ‘ગદર-2’ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં દસ્તક આપશે. ફિલ્મમાં સની ઉપરાંત અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા છે. ફિલ્મની શૂટિંગ, અહમદનગર, લખનૌઉ, પાલમપુર જેવા શહેરોમાં થઈ છે. ‘ગદર-2’ની સૌથી પહેલી શૂટિંગ પાલમપુરના ભલેડ ગામમાં થઈ છે.