આ વર્ષની અમરનાથ યાત્રા તા.1 જુલાઇથી શરૂ થશે અને 30 ઓગષ્ટ સુધી ચાલશે આ યાત્રા માટે 17 એપ્રિલથી એટલે કે સોમવારથી રજીસ્ટ્રેશન શરૂ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ યાત્રાની સુરક્ષા અંગે એક બેઠક યોજી હતી યાત્રા અંગેના નિયમો પણ નિશ્ચીત કરાયા હતા
અને હવે આ યાત્રાનું શેડયુલ પણ નિશ્ચીત કરાયું છે અને યાત્રા માટે રજીસ્ટ્રેશન સમયે યાત્રીકને આધાર દ્વારા એક માન્ય પરમીટ મળશે અને સ્ટેમ્પ યાત્રા પરમીટ માટે બેન્કની શાખાઓ જ તે ઇસ્યુ કરશે. અગાઉ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા પછી આ પ્રક્રિય થતી હતી અને તેના માટે યાત્રીકને લાંબી રાહ જોવી પડતી હતી અને યાત્રીકને રેડીયોફિકવન્સી આઇડેન્ટીફિકેસન ટેગ ઇસ્યુ થયા બાદ તે માન્ય રહેતી હતી તેમાં ફેરફાર કરાયા છે. બેંક બ્રાંચે જ આ પ્રક્રિયા પૂરી થઇ જશે તેના કારણે યાત્રીકને રાહ જોવી પડશે નહીં.
- Advertisement -