આયર્લેન્ડના ઓલરાઉન્ડર કેવિન ઓ’બ્રાયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે 38 વર્ષીય ઓ’બ્રાયનની 16 વર્ષ લાંબી કારકિર્દીનો અંત આવી ગયો છે.
આયર્લેન્ડના ઓલરાઉન્ડર કેવિન ઓ’બ્રાયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે 38 વર્ષીય ઓ’બ્રાયનની 16 વર્ષ લાંબી કારકિર્દીનો અંત આવી ગયો છે. તે પોતાના દેશ માટે 152 વનડે અને 109 ટી20 મેચ રમી ચુક્યો છે. તેના નામે વનડે ક્રિકેટમાં 3,619 રન અને ટી20 ક્રિકેટમાં 1,973 રન છે. આ સિવાય ઓ બ્રાયન 3 ટેસ્ટ મેચ પણ રમી ચૂક્યા છે. તેણે તેની છેલ્લી વનડે જૂન 2021 માં નેધરલેન્ડ સામે અને છેલ્લી ટી 20 મેચ નામિબિયા સામે ઓક્ટોબર 2021 માં રમી હતી.
- Advertisement -
2006 માં વન ડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું
ઓ બ્રાયને 2006માં ઈંગ્લેન્ડ સામે વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. પહેલી જ મેચમાં તેણે પોતાની બેટિંગથી સાબિત કરી દીધું હતું કે તે લાંબી રેસનો ઘોડો છે. તેણે તે મેચમાં 8માં નંબર પર બેટિંગ કરતા 48 બોલમાં 35 રન બનાવ્યા હતા. કેવિને 2007ના વર્લ્ડ કપમાં સાતત્યભર્યો દેખાવ કર્યો. તેણે 8 મેચમાં 170 રન બનાવવા ઉપરાંત 3 વિકેટ પણ ઝડપી હતી.
50 બોલમાં સદી ફટકારી હતી
વર્લ્ડ કપ 2011માં ઈંગ્લેન્ડ સામે ઓ બ્રાયનની ઈનિંગ હંમેશા યાદ રહેશે જ્યારે તેણે પોતાની ટીમને વર્લ્ડ કપમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને જીત મેળવી હતી. 111 રનમાં 5 વિકેટ ગુમાવી ચૂકેલી આયર્લેન્ડની ટીમે 327 રનનો પીછો કરતાં ત્રણ વિકેટે જીત મેળવી હતી. તે મેચમાં ઓ’બ્રાયને 50 બોલમાં સદી ફટકારી હતી, જે વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી ઝડપી સદી છે. તેણે તે મેચમાં 63 બોલમાં 113 રન બનાવ્યા હતા.
- Advertisement -
માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી
આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરતા તેણે લખ્યું છે કે હું ટી-20 વર્લ્ડ કપ રમવા માંગતો હતો પરંતુ મને ટીમમાં સ્થાન મળ્યું નથી. આયર્લેન્ડનું ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો કંઈક જુદું જ વિચારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ પ્રસંગે હું મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ અને ચાહકોનો આભાર માનું છું.