પીએમ મોદીએ એમના સંબોધન દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે અને કોંગ્રેસ પર નિશાનો સાધ્યો હતો. કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે આ વખતે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ઘણી જૂની થઇ ગઈ છે જ્યારે વિચારો જૂના થાય ત્યારે કાર્ય પણ આઉટસોર્સ થઇ જાય છે. આટલો મોટો પક્ષ, આટલો લાંબો સમય શાસન કરનાર પક્ષ, થોડા સમયમાં આટલો પતન થઇ ગયો. અમને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે.’
- Advertisement -
#WATCH | PM Narendra Modi says, "The Congress which never gave complete reservation to OBCs, never gave reservation to the poor of the general category, which did not consider Baba Saheb worthy of Bharat Ratna, kept giving Bharat Ratna only to its family. They are now preaching… pic.twitter.com/0Z9ut3DUZH
— ANI (@ANI) February 7, 2024
- Advertisement -
આગળ પીએમ મોદીએ કહ્યું કે હું મલ્લિકાર્જુન ખડગેનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. હું તેમને ખૂબ જ ધ્યાન અને આનંદથી સાંભળતો હતો. લોકસભામાં મનોરંજનની જે કમી હતી તે તેમણે અહીં પૂરી કરી. પશ્ચિમ બંગાળ તરફથી પડકાર આવ્યો છે કે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં. હું પ્રાર્થના કરું છું કે તમે 40 સીટો બચાવી શકો.
Speaking in the Rajya Sabha. https://t.co/fNP5AOeIuV
— Narendra Modi (@narendramodi) February 7, 2024