સ્વિગીએ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. આ મામલે મુંબઈનો એક વ્યક્તિ સ્વિગીનો સૌથી મોટો દીવાનો સાબિત થયો છે અને આખા વર્ષમાં 40 લાખ રૂપિયાથી વધુનું ફૂડ ઓર્ડર કર્યું છે.
વર્ષ 2023 પૂર્ણ થશે, તમામ કંપનીઓ વાર્ષિક રિપોર્ટ જાહેર કરી રહી છે. સ્વિગીએ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. આ મામલે મુંબઈનો એક વ્યક્તિ સ્વિગીનો સૌથી મોટો દીવાનો સાબિત થયો છે અને આખા વર્ષમાં 40 લાખ રૂપિયાથી વધુનું ફૂડ ઓર્ડર કર્યું છે.
- Advertisement -
બિરયાની ફેવરિટ ડીશ
સ્વિગીએ 1 જાન્યુઆરીથી 23 નવેમ્બર સુધીનો ડેટા જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે સૌથી વધુ બિરયાની ઓર્ડર કરવામાં આવી છે. સતત આઠમા વર્ષે સ્વિગી પર સૌથી વધુ ઓર્ડર બિરયાનીના જ મળ્યા છે. દર સેકન્ડે ભારતીયોએ 2.5 બિરયાની ઓર્ડર કરી. વર્ષના પહેલા દિવસે 1 જાન્યુઆરીના રોજ 4,30,000 બિરયાનીનો આર્ડર મળ્યો હતો.
મુંબઈના વ્યક્તિએ સૌથી વધુ ઓર્ડર કર્યો
સ્વિગીએ તેના એક દીવાના ગ્રાહક વિશે પણ જણાવ્યું છે, જેણે આખા વર્ષમાં સ્વિગી પર લાખો રૂપિયાનું ફૂડ ઓર્ડર કર્યું છે. આ યુવકના નામનો ખુલાસો કર્યો નથી. આ વ્યક્તિએ આખા વર્ષમાં સ્વિગી પર 42.3 લાખ રૂપિયાનું ફૂડ ઓર્ડર કર્યું છે.
ઝાંસીમાંથી પિત્ઝાના સૌથી વધુ ઓર્ડર
વર્ષ 2023માં ઝાંસીમાં એક વ્યક્તિએ એક દિવસમાં 269 ડિશનો સૌથી વધુ ઓર્ડર કર્યો હતો. આ લિસ્ટમાં ભુવનેશ્વર બીજા નંબરે આવે છે, જ્યાં એક દિવસમાં 207 પિત્ઝાના ઓર્ડર મળ્યા હતા. ફેસ્ટિવ સીઝનમાં રસગુલ્લાની સૌથી વધુ માંગ કરવામાં આવી.
- Advertisement -
વર્લ્ડ કપમાં સૌથી વધુ ડિમાન્ડ
વર્લ્ડ કપ દરમિયાન સ્વિગી પર સૌથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવામાં આવ્યું. ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન સ્વિગી પર સૌથી વધુ ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યો. ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન દરેક મિનિટે સૌથી 250થી વધુ બિરયાની ઓર્ડર કરવામાં આવી. ચંદીગઢમાં એક પરિવારે એકવારમાં જ 70 બિરયાનીનો ઓર્ડર કર્યો હતો. હૈદરાબાદમાં એક વ્યક્તિએ આખા વર્ષમાં 1,633 બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો.