પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેલા મુસ્લિમ ધર્મગુરુ અંગે વિગતે ચર્ચા કરીએ તો તેઓનું નામ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી છે. જે ઓલ ઈન્ડિયા ઈમામ્સ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ છે.
અયોધ્યામાં આજે ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં દેશ વિદેશના અનેક મહેમાનોએ હાજરી આપી હતી. સનાતન ધર્મ ઉપરાંત ધાર્મિક નેતાઓ અને વિવિધ સંપ્રદાયોના પ્રતિનિધિઓને આમંત્રણ અપાયા બાદ અનેક આગેવાનોએ હાજરી આપી શોભા વધારી હતી. ખાસ વાત એ કાર્યક્રમમાં એક મુસ્લિમ ધર્મગુરુ પણ VVIP મહેમાનોની વચ્ચે બેઠેલા નજરે પાડયા હતાં. ત્યારે કોણ છે આ મહેમાન? જાણીએ અહેવાલમાં!
- Advertisement -
મુસ્લિમોના ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શક
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેલા મુસ્લિમ ધર્મગુરુ અંગે વિગતે ચર્ચા કરીએ તો તેઓનું નામ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી છે. જે ઓલ ઈન્ડિયા ઈમામ્સ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ છે. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડો. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસીને ભારતના 5 લાખ ઈમામો અને લગભગ 21 કરોડ ભારતીય મુસ્લિમોના ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પણ માનવામાં આવે છે.
#WATCH | "This is the face of new India. Our biggest religion is humanity. For us, the nation is first," says Dr. Imam Umer Ahmed Ilyasi, Chief Imam, All India Imam Organization at Ayodhya Ram Temple 'Pran Pratishtha' ceremony. pic.twitter.com/IRYRW5YgAu
— ANI (@ANI) January 22, 2024
- Advertisement -
શિક્ષણના સર્વોચ્ચ પદથી સન્માનિત કરાયા
ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી ધર્મ, આધ્યાત્મિકતા અને આંતર-ધાર્મિક સંવાદના તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર સંસ્થાનું આગેવાની કરે છે. તાજેતરમાં તેમના નામે એક ઈતિહાસ રચાયો છે. જેમા પંજાબમાં આવેલ દેશ ભગત યુનિવર્સિટી દ્વારા તેઓને ફિલોસોફીની ડોક્ટરેટની ડિગ્રી અપાઈ છે અને ખાસ વાત એ છે કે. ભારતીય ઈતિહાસમા અગાઉ ક્યારેય આવું બન્યું નથી કે કોઈ મસ્જિદના ઈમામને શિક્ષણના સર્વોચ્ચ પદથી સન્માનિત કરાયા હોય!
ઇમામ ઇલ્યાસીએ હૃદય સ્પર્શી વાત કહી
આ વેળાએ ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીએ જણાવ્યુ હતું કે, આ બદલાતા ભારતનું ચિત્ર છે. આજનું ભારત શ્રેષ્ઠ છે. તેઓએ હૃદય સ્પર્શી વાત કહેતા જણાવ્યું હતું કે હું અહીં પ્રેમનો સંદેશ લઈને આવ્યો છું. આજનો સંદેશ નફરતને ખતમ કરવાનો છે.આપણી પાઠ, પૂજા અને માન્યતા ભલે અલગ હોઈ શકે છે, પરંતુ બધાનો સૌથી મોટો ધર્મ માનવ અને માનવતાનો છે અને આ ધર્મને જીવંત રાખવા સૌ આગળ આવીએ. વધુમાં આપણો દેશ ભારત છે અને આપણે ભારતને મજબૂત કરવા એક શૂર બનીએ. આપણા માટે રાષ્ટ્ર સર્વોપરી છે. ખૂબ દુશ્મની લીધી, રાજકારણ કર્યા, લોકો મર્યા બસ હવે બધાએ સાથે આવીને ભારત અને ભારતીયતા માટે લડવું જોઈએ. નોંધનિય છે કે તેઓ કેટલાક ઇસ્લામિક વિદ્વાનોમાંના એક છે જેઓ ઉગ્રવાદ અને આતંકવાદ પર ખૂબ જ સ્પષ્ટ અને કંઠ્ય વલણ ધરાવે છે,