આ શાકભાજી મુખ્યરૂપે યૂરોપીય દેશોમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં પણ આ શાકભાજીની ખેતી કરવામાં આવે છે.
શાકભાજીના ભાવમાં સહેજ પણ વધઘટ થાય તો અફરા તફરીનો માહોલ બની જાય છે. લોકો પરેશાન થવા લાગે છે. કોઈ શાકભાજી 150-200 રૂપિયે કિલો મળે તો પણ તેને મોંઘી માનવામાં આવે છે.
- Advertisement -
વિશ્વમાં એક એવું શાકભાજી પણ છે, જેના ભાવ સામે આ કિંમત કંઈ જ ના ગણાય. આ શાકભાજી મુખ્યરૂપે યૂરોપીય દેશોમાં ઉગાડવામાં આવે છે, પરંતુ ભારતમાં આ શાકભાજીની ખેતી કરવામાં આવે છે. અહીંયા આપણે હોપ શૂટ્સ શાકભાજીની વાત કરી રહ્યા છીએ.
આ એક કિલો શાકભાજીની કિંમતથી તમે સરળતાથી બાઈક ખરીદી શકો છો, આ શાકભાજી તેના ઔષધીય ગુણો માટે ખૂબ જ પ્રચલિત છે. આ શાકભાજી ઉગાડવામાં ખૂબ જ વધુ સમય લાગે છે. આ કારણોસર આ શાકભાજી ખૂબ જ મોંઘી હોય છે.
એક કિલો હોપ શૂટ્સની કિંમત 85,000 રૂપિયા છે. આટલી કિંમતમાં તમે 1.5 તોલા સોનુ અથવા એક બાઈક ખરીદી શકો છો. આ કિંમત જાણીને તમે અંદાજો લગાવી શકો છો કે, કોઈ કરોડપતિ પણ આ શાકભાજી ખરીદતા પહેલા બે વાર વિચારતો હશે.
- Advertisement -
હિમાચલ અને મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ આ શાકભાજીની ખેતી કરવામાં આવે છે. આ શાકભાજીની ખેતીની પદ્ધતિ ખૂહ જ જટીલ છે, જેની ખેતી કરવામાં વર્ષોનો સમય લાગે છે, સાથે ઘણો શારીરિક પરિશ્રમ પણ કરવો પડે છે. આ કારણોસર તમામ લોકો આ શાકભાજીની ખેતી કરતા નથી.
વૈજ્ઞાનિકો જણાવે છે કે, આ એક હેમ્પ પરિવારના કૈનાબોસી પ્રજાતિનો છોડ છે, જેનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. આ છોડ 6 મીટર સુધી લાંબો હોઈ શકે છે અને 20 વર્ષ સુધી જીવિત રહી શકે છે. આ શાકભાજીની ખેતી કર્યા પછી 3 વર્ષ પછી કાપણી કરવામાં આવે છે. આ છોડને દરરોજ 6-8 કલાક સુધી સૂર્ય પ્રકાશની જરૂર રહે છે.
આ શાકભાજી કેન્સર સેલ સામે લડવામાં મદદ કરે છે. તણાવ અને ગભરામણની સમસ્યા દૂર કરે છે. આ શાકભાજીની ખેતી કરવાથી માટીની ફળદ્રુપતા વધે છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ સહાયક છે.