સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ પ્રથમ ભાષણ છે અને આ અવસર પર તેમણે કહ્યું કે આ એક યુગ બનાવવાનો અવસર છે, આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. પહેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ પ્રથમ ભાષણ છે અને આ અવસર પર તેમણે કહ્યું કે આ એક યુગ બનાવવાનો અવસર છે, આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.
- Advertisement -
That should be an India that will not have poverty, whose middle class will also be prosperous, an India whose youth and women will stand at the front to show a path to society & the country, an India whose youth stays two steps ahead of time: President Droupadi Murmu pic.twitter.com/MDYnHK22WG
— ANI (@ANI) January 31, 2023
- Advertisement -
રાષ્ટ્રપતિનું અભિભાષણ શરૂ
સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ શરૂ કરતાં દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ‘ભારતનો આત્મવિશ્વાસ તેના સર્વોચ્ચ સ્તરે છે અને વિશ્વ તેને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યું છે.’ આગળ એમને કહ્યું કે, ‘એવું ભારત બનાવવું છે કે જેમાં કોઇ ગરીબ ના હોય, જેનો મધ્યમ વર્ગ પણ સમૃદ્ધ હોય. એક એવું ભારત કે જેમાં યુવાનો અને મહિલાઓ સમાજ અને દેશને રસ્તો બતાવવા માટે મોરચે ઊભા રહે, એવું ભારત તૈયાર કરવું છે કે જેના યુવાનો સમય કરતાં બે ડગલાં આગળ રહે’
પીએમ મોદીએ કરી હતી મીડિયા સાથે વાત
આ પહેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી અને આ દરમિયાન તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પ્રથમ સંબોધન છે. આ નારી સન્માનની તક છે. એટલું જ નહીં પીએમ મોદીએ વિપક્ષના સાંસદોને અપીલ કરી હતી કે સત્રમાં વિવાદ થશે પણ દરેક મુદ્દે ચર્ચા થવી જોઈએ.’જણાવી દઈએ કે આજે રાષ્ટ્રપતિના સંબોધન પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે જ્યાં દેશની આર્થિક સ્થિતિ જાણવા મળશે.
Delhi | President Droupadi Murmu's cavalcade on its way to the Parliament pic.twitter.com/HgvzKMqtZA
— ANI (@ANI) January 31, 2023
સત્રમાં ભારે હંગામો થઈ શકે છે
જો કે કે તરફ વિપક્ષે સર્વપક્ષીય બેઠકમાં સંકેતો આપ્યા છે કે સત્રમાં ભારે હંગામો થઈ શકે છે. આ સાથે જ વિદેશી એજન્સી દ્વારા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના અહેવાલ અને બીબીસીની ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવાના મુદ્દે પણ કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષો હાલમાં સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. આ સાથે જ બેરોજગારી અને મોંઘવારી મુદ્દે પણ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. જણાવી દઈએ કે આ પહેલા સરકારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં 27 પક્ષોના 37 નેતાઓએ ભાગ લીધો હતો અને પોતપોતાના પક્ષોના વિષયો રાખ્યા હતા.