પુષ્પા સ્ટાર અલ્લૂ અર્જૂન હમણાં ન્યૂ યોર્કમાં થયેલી ઈન્ડિયાની પરેડનો ભાગ બન્યા હતો. આ શાનદાર અવસર પર સ્વેગ જનતાને ખૂબ પસંદ આવ્યો. તેમણે ન્યૂ યોર્ક સિટી મેયરની સાથે મુલાકાત કરી અને તેમની સાથે પુષ્પા સિગ્નેચર સ્ટાઈલ કરતી તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી
ઈન્ડિયાની સૌથી મોટી ફિલ્મ સ્ટાર્સમાંથી એક અલ્લૂ અર્જૂનનો સ્વેગ જનતાને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઈઝ-પાર્ટ-1’એ વર્લ્ડવાઈડ 300 કરોડથી પણ વધારેનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મનો જોરદાર બિઝનેસ તો કમાલનો રહ્યો પરંતુ અલ્લૂની ફેન ફોલોઈંગ આ ફિલ્મ બાદ ખૂબ વધી ગઈ.
- Advertisement -
હવે ન્યૂ યોર્કથી અલ્લૂ અર્જુનના સ્વેગનો જલવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વધારે ખાસ એટલા માટે છે કે આ ઈવેન્ટમાં અલ્લૂ પોતાના દેશ ભારતને રિપ્રેઝેન્ટ કરી રહ્યા હતા.
Dream for many actors
INDIAS PRIDE ALLUARJUN#GrandMarshalAlluArjunAtNYC #PushpaTheRule #AlluArjun𓃵 pic.twitter.com/wk3VrwdSVL
- Advertisement -
— ViswAA (@viswAAtweet) August 21, 2022
અમેરિકામાં રહેનાર ભારતીય પ્રવાસી દર વખતે આ ઈવેન્ટનું આયોજન કરે છે. જેને ‘ઈન્ડિયા ડે પરેડ’ કહેવામાં આવે છે. આ વખતે પરેડ વધુ ખાસ હતી કારણ કે ભારતની સ્વતંત્રતાને 75 વર્ષને સેલિબ્રેટ કરવામાં આવી રહી હતી. આ વાત પર ઈવેન્ટમાં ગ્રેડ માર્શલ, અલ્લૂ અર્જૂને દેશને રિપ્રેઝેન્ટ કર્યો.
પોતાના પત્ની સેન્હા રેડ્ડીની સાથે તેમણે ઈવેન્ટમાં શાનદાર એન્ટ્રી લીધી અને તેમના સ્વેગમાં ન્યૂયોર્ક ડૂબાયેલું રહ્યું. સોશિયલ મીડિયા પર આ ઈવેન્ટના ફોટો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
તિરંગાની સાથે બોલો શાનદાર ડાયલોગ
ન્યૂયોર્કની આ ઈન્ડિયા પરેડમાં અલ્લૂએ એક ક્લાસિક વાઈટ આઉટફિટ પહેર્યું હતું. ત્યાં જ તેની પત્ની સ્નેહા રેડ્ડી યેલો કલકના એક સૂટમાં હતી. ઈવેન્ટમાં તિરંગો લહેરાવી રહેલા અલ્લૂ અર્જૂનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ ઈન્ડિયા ડે પરેડથી અલ્લૂનો એક વીડિયો પણ શેર કરી રહ્યા છે. જેમાં તે પુષ્પાના પોતાના એક ફેમસ ડાયલોગને દેશભક્તિના ટ્વિસ્ટ સાથે બોલતા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં અલ્લૂ પોતાના હાથમાં ભારતનો તિરંગો પકડીને માઈકથી બોલી રહ્યા છે. “આ ભારતનો તિરંગો છે. ક્યારેય ઝુકશે નહીં” આ ડાયલોગ બાદ પરેડમાં હાજર ભારતીય જનતાનો ઉત્સાહ જોવા લાયક છે.
ऐ भारत का तिरंगा है.. कभी झुकेगा नहीं!! 🇮🇳🔥#GrandMarshalAlluArjunAtNYC @alluarjun #PushpaTheRule pic.twitter.com/DeXulpOxAQ
— Pushpa (@PushpaMovie) August 21, 2022
ન્યૂ યોર્કના મેયર પર પણ ચઢ્યો પુષ્પાનો રંગ
અલ્લૂ અર્જુનને આ ઈન્ડિયા ડે પરેડ બાદ ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે સન્માનિત કર્યો હતો. સિનેમા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં યોગદાન બાદ અલ્લૂને આ સન્માન મળ્યું. અલ્લૂએ ન્યૂયોર્કના મેયર સાથે મુલાકાત અને તેમની સાથે પુષ્પા સ્ટાઈલમાં સ્વેગ મારતા એક ફોટો પણ શેર કર્યો.
પોતાની ટ્વીટમાં તેમણે લખ્યું “ન્યૂ યોર્ક સિટીના મેયરને મળીને ખૂહ જ ખુશી થઈ. ખૂબ સપોર્ટિંવ જેન્ટલમેન છે. સન્માન માટે થેન્ક્યુ મિસ્ટર એરિક એડમ્સ. થગ્ગેદે લે! (મેં ઝૂકેગા નહીં)”. ફોટોમાં અલ્લૂ અને એરિક ખૂબ મસ્તૂ ફરેલા અંદાજમાં જોવા મળી રહ્યા છે.
It was a pleasure meeting the Mayor of New York City . Very Sportive Gentleman. Thank You for the Honours Mr. Eric Adams . Thaggede Le ! @ericadamsfornyc @NYCMayorsOffice pic.twitter.com/LdMsGy4IE0
— Allu Arjun (@alluarjun) August 22, 2022
પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અલ્લૂએ ન્યૂ યોર્કની આ ઈવેન્ટથી પોતાનો તિરંગો પકડેલો ફોટો શેર કર્યો છે. સાથે જ તેમણે લખ્યું, “ન્યૂ યોર્ક સિટીની ઈન્ડિયા ડે પરેડમાં ગ્રેન્ડ માર્શલ બનવું મારા માટે સન્માન હતું.”