ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને ગુગલની ભુમિકા પર સુંદર પિચાઈએ કહ્યું છે કે તેનું રાજનીતિ સાથે કોઈ પણ પ્રકારે લેવા-દેવા નથી. કંપનીનો લક્ષ્ય સેવાઓને શ્રેષ્ઠ કરવામાં મદદ કરવાનો છે.
દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિનના સીઈઓ સુંદર પિચાઈએ વૈશ્વિક મામલામાં ગુગલની ભુમિકાને લઈને કહ્યું છે કે કંપની સરકારોને તેમની સર્વિસ અને પાયાના ઢાંચાને યોગ્ય બનાવવામાં મદદ કરવા માટે સમર્પિત છે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર એક ઈન્ટરવ્યૂમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ પર સુંદર પિચાઈને ગુગલના નિંબસ પ્રોજેક્ટ વિશે પુછવામાં આવ્યું. જે ઈઝરાયલી સેનાની મદદ કરી રહ્યું છે. તેના પર તેમણે કહ્યું કે તેમનું રાજનીતિ સાથે કોઈ લેવા-દેવા નથી. કંપનીનો ઉદ્દેશ્ય ફક્ત સરકારની સેવાઓને યોગ્ય બનાવવામાં મદદ કરવાનો છે.
શું શરૂ કરવામાં આવ્યો નિંબસ પ્રોજેક્ટ?
સુંદર પિચાઈએ કહ્યું કે નિંબસ પ્રોજેક્ટ આજ કારણે શરૂ કરવામાં આવ્યો કારણ કે ઈઝરાયલના નાણા મંત્રાલય પોતાના ડિજિટલ સિસ્ટમને અપગ્રેટ કરવા માંગતું હતું. પિચાઈએ ગુગલની ભાગીદારી પર ગર્વ વ્યક્ત કર્યો અને તેની તુલના રશિયા અને યુક્રેન જેવા અન્ય સરકારોના સમાન પ્રોજેક્ટ સાથે કરી છે.
ગુગલનો નિંબસ પ્રોજેક્ટ એમેઝોનની સાથે મળીને ઈઝરાયલની સેના અને સરકાર માટે ક્લાઉડ અને એઆઈ સર્વિસ પ્રદાન કરી રહ્યુ છે. મહત્વનું છે કે આ સમયે ઈઝરાયલ અને હમાસમાં જંગ ચાલી રહી છે અને બન્ને તરફથી હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે.
- Advertisement -
રાજનૈતિક રીતે નથી ગુગલની ભાગીદારી
પિચાઈએ આગળ કહ્યું કે અમે તેને ભૂ રાજનૈતિક સંદર્ભમાં નથી જોઈ રહ્યા. અમે તેની સાથે ભાગીદારી બનાવવા માંગીએ છીએ. પિચાઈએ ભાર આપીને કહ્યું કે ગુગલ આ પરિયોજનાઓમાં ભાગીદારીને રાજનૈતિક રીતે નહીં પરંતુ મદદ કરવાની રીતે જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તે તેમની મદદ કરવા માંગે છે અને આવા સમયમાં સટીક જાણકારી આપવી મહત્વપૂર્ણ હોય છે.