દુનિયાની સૌથી મોટી ક્રુઝ શિપ
રોય કેરેબિયન છે શિપનું નામ
એકાદ નાના શહેર જેવું લાગે છે ક્રુઝ
ખાસ-ખબર સંવાદદાતા
એક સમયે વિશ્વના સૌથી લક્ઝુરિયસ અને ભવ્ય વૈભવી જહાજ ગણાતા ટાઈટેનિક કરતાં પણ પાંચ ગણું મોટું એવું એક ક્રુઝ શિપ હવે નિર્માણ પામ્યું છે અને ટાઈટેનિક કરતાં પાંચ ગણું મોટું આ શિપ દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ શિપ ગણાવવામાં આવી રહ્યું છે, તેની ખાસિયતો અને સુવિધાઓ જાણીને તમે દંગ રહી જશો. મહત્વનું છે કે આજે દુનિયામાં આવા ઘણા ક્રુઝ શિપ છે, જે તેમના દેખાવ અને સુવિધાઓના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આવું જ એક ક્રૂઝ શિપ હાલના દિવસોમાં ચર્ચામાં છે, જેને દુનિયાનું સૌથી મોટું ક્રુઝ શિપ કહેવામાં આવે છે, જે ટાઈટેનિક શિપ કરતા પાંચ ગણું મોટું હોવાનું કહેવાય છે. તેનું નામ રોયલ કેરેબિયન છે, જેમાં એક સાથે 5 હજાર મુસાફરો પ્રવાસની મજા માણી શકશે. ડેઈલીમેલના અહેવાલ મુજબ, એક સાથે પાંચ હજાર મુસાફરોને લઈ જવા માટે સક્ષમ આ ક્રૂઝ શિપનું કદ એકાદ નાના શહેર જેવું છે. આ ક્રુઝ જહાજ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
- Advertisement -
તેમાં આપવામાં આવેલી અદ્ભુત સુવિધાઓના લીધે લોકોનું મન મોહી લે છે. આ સુવિધાઓ એવી હતી જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. વાસ્તવમાં, આ ક્રુઝ શિપ પર એક વિશાળ વોટર પાર્ક છે, જેને વિશ્વનો સૌથી મોટો મરીન વોટર પાર્ક કહેવામાં આવી રહ્યો છે. ક્રુઝ શિપ પરનો આ વોટરપાર્ક કેટેગરી 6 તરીકે ઓળખાય છે, જેમાં 6 રેકોર્ડ બ્રેકિંગ વોટર સ્લાઈડ્સ છે. એટલું જ નહીં, તેમાં એપિક નીયર-વર્ટિકલ ડ્રોપ્સ સાથે પ્રથમ ફેમિલી-રાફ્ટ સ્લાઇડ છે. કેટેગરી 6 નામના વિશાળ વોટરપાર્ક ઉપરાંત, ક્રુઝ શિપમાં 7 પૂલ પણ હશે.જાન્યુઆરી 2024માં લોન્ચ થયા પછી, રોયલ કેરેબિયન જહાજ, જેને આઇકોન ઓફ ધ સીઝ અને વન્ડર ઓફ ધ સીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વનું સૌથી મોટું ક્રુઝ શિપ બની જશે.
આ 365 મીટર લાંબી (1,200 ફૂટ) અને 250,800 ટનની જહાં પર રોમાંચની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ ક્રુઝ શિપની લંબાઈ એફિલ ટાવરની ઊંચાઈ કરતા પણ વધુ છે. આ જહાજને 20 ડેકમાં વહેંચવામાં આવ્યું છે, જેથી આનંદમાં કોઈ કમી ન રહે. જો કે આ ક્રુઝ શિપમાં ઘણું બધું ખાસ છે, પરંતુ વોટર પાર્ક ઉપરાંત તેમાં લાઉન્જર્સ, એક્વાપાર્ક, સ્નેક બાર, ઘણી બધી રેસ્ટોરાં, એક્વા ડોમ વોટરફોલ શો અને આઈસ રિંક જેવી આકર્ષક સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે.