બોલિવૂડમાં સ્ટાર રહી ચૂકેલ અભિનેત્રી રંભા, તેમની દીકરી અને નાનીનું કાર એક્સિડન્ટ થયું હતું જેની માહિતી તેણે સોશીયલ મીડિયામાં આપી હતી.
બોલિવૂડમાં સલમાન ખાન અને ગોવિંદા જેવા સ્ટાર્સની કો-એક્ટ્રેસ રહું ચૂકેલ રંભા કેનેડામાં અકસ્માતનો ભોગ બની છે. જ્યારે બાળકો અને તેમની નાની સાથે કારમાં મુસાફરી કરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. રંભાની નાની દીકરી પણ હોસ્પિટલમાં દાખલ છે. અહેવાલો અનુસાર, કોઈને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અકસ્માતની માહિતી આપતા ચાહકોને પ્રાર્થના કરવાનું કહ્યું છે.
- Advertisement -
રંભાએ સોશિયલ મીડિયાથી આપી જાણકારી
અભિનેત્રી રંભાએ પોતાની સાથે થયેલા દુ:ખદ અકસ્માતની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. અભિનેત્રીએ લખ્યું, ‘બાળકોને શાળામાંથી પીક અપ કર્યા પછી, અમારી કારને ચોકડી પર બીજી કારે ટક્કર મારી. હું અને મારી નાની અમે બાળકો સાથે કારમાં હતા. અમે બધા સુરક્ષિત છીએ, નાની-મોટી ઈજાઓ થઈ છે. મારી નાની શાશા હજી હોસ્પિટલમાં છે. કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરો. તે ઘણું મહત્વનું છે. રંભાએ તેની પુત્રીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ સાથે શેર કર્યો છે. જેમાં ડોકટરો તેની સારવાર કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. તે જ સમયે, તેણે તેની કારની બે તસવીરો પણ શેર કરી છે જે અકસ્માત પછી ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે.
View this post on Instagram- Advertisement -
અભિનેત્રીનું કરિયર
રંભાની પુત્રી સાશાની તસ્વીર પર સેલેબ્સથી લઈને ચાહકો તેના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રંભાનું સાચું નામ વિજયલક્ષ્મી હતું. તેણે લગભગ બે દાયકામાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રંભાની ગણતરી બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં થતી હતી. એક સમય એવો હતો જ્યારે તેણે દિવ્યા ભારતી જેવી પ્રખ્યાત અભિનેત્રીને પણ પાછળ છોડી દીધી હતી. રંભાએ હિન્દી સિનેમામાં ફિલ્મ ‘જલ્લાદ’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ‘જંગ’, ‘કહાર’, ‘જુડવા’, ‘બંધન’ અને ‘જાની દુશ્મન’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. રંભાએ વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘દુકાન’ પછી કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી.