ખાસ-ખબર સંવાદદાતા
આજકાલ દરેક શહેરમાં ઘણા બધા વૃદ્ધો એકલા રહેતા હોય છે. તેઓને નાની મોટી બિમારીઓમા રોજબરોજની નાની નાની સારવાર મળી રહે તે માટે આસિસ્ટન્ટ તૈયાર કરવાના હેતુથી ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ અને રેડ ક્રોસ ગુજરાતના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ કોર્ષ શરૂ કરવામાં આવેલ છે. આ અગાઉ પણ આ પ્રકારના કોર્ષનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ત્રીજીવારનુ આયોજન રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન, વેરાવળ ખાતે કરવામાં આવેલ છે. બે માસ ચાલનારા આ કોર્ષનુ આયોજન રેડ ક્રોસ – ગીર સોમનાથના ચેરમેન શ્રી કિરીટ ઉનડકટના માર્ગદર્શન હેઠળ કો.ઓર્ડીનેટર અનિષ રાચ્છે કરેલું છે. જેમાં મેનેજીંગ કમિટીના સભ્ય ગીરીશ ઠક્કર અને સબ કમિટીના સભ્ય ભાવેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ કોર્ષના ટ્રેઇનર તરીકે કિરણબેન ભટ્ટ તથા જયેશભાઇ નંદાણીયા સેવા આપશે.