ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
2014, 2019, અને 2024 લોકસભા ચૂંટણીઓમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ-એનડીએ કેન્દ્રમાં સતત ત્રીજીવાર સરકાર રચી દેશનું સૂકાન સંભાળી લીધું છે. લોકસભા સાથે વિધાનસભા પેટા ચૂંટણીમાં ગુજરાત સહિત દેશભરમાં ભાજપના શ્રેષ્ઠ પ્રદર્શનનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે કરોડો કાર્યકરો-મતદારોને આપતા ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, નીતિ, નિર્ણયો અને નિષ્ઠાનો વિજય થતા કેન્દ્રમાં સતત ત્રીજીવાર એનડીએ સરકાર રચાઈ છે.
ત્રીજીવાર વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્રભાઈ મોદીએ 20 હજાર કરોડની કિસાન સન્માન નિધિને મંજૂરી આપી ખેડૂતોના ખાતામાં 6-6 હજાર રૂપિયા તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબો માટે ત્રણ કરોડ નવાં મકાનો બનાવવાની મંજૂરી આપી છે. દેશમાં ફરી સ્થિર, પારદર્શી અને પ્રામાણિક સરકારના સુશાસમાં સેવાકાર્યો શરૂ થઈ ચૂક્યા છે. મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ ભારતીય રાજનીતિના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાશે.