રાજકોટ – ભારતીય કૃષિ વરસાદ આધારિત છે. વર્તમાન સમયમાં અનેક ટેકનોલોજીના સહારે કૃષિ આધુનિક બની છે. જે મુજબ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ નહિંવત્ત રહેશે તથા વાતાવરણ વાદળછાયું રહેશે. આવા સમયે શિયાળુ પાકોમાં પાણીની જરૂરીયાતના સમયે પાકોમાં હળવું પિયત આપવું, આ માટે ટપક પધ્ધતિ કે ફુવારા પધ્ધતિનો ઉપયોગ કરવો.
વર્તમાન સમયમાં બે વરસાદ વચ્ચેનો ગાળો વધુ લંબાવાને કારણે પાક નિષ્ફળ જાય છે. અને પછી પુરતો વરસાદ પડે છે. આવા સંજોગોમાં ખેડૂતોએ બાજરી જી.એચ.બી. ૫૫૮ અને ૫૭૭ ની વાવણી કરવી, વરસાદ ખેંચાય તો સમયસર આંતર ખેડ કરવી, જેમ જેમ છોડ પરિપક્વ થતાં જાય તેમ તેમ કાપણી કરવી જેથી ભેજનો સંગ્રહ થઇ શકે, નિંદણ નિયંત્રણ માટેના યોગ્ય પગલા લેવા અને ખેતર ચોખ્ખું રાખવુ, જમીનમાં પ્રાપ્ય ભેજ જાળવવા પાકમાં પારવણી કરી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટાડવી,જમીનમાં ભેજનો સંગ્રહ થાય તે માટે પૂરતા પગલા લેવા, શકય હોય ત્યાં જમીન ઉપર આવરણ કરવું, પિયતની શકય હોય ત્યાં પાકની કટોકટીની અવસ્થાએ જીવન રક્ષક પિયત આપવું તથા એકાન્તરે ચાસે પિયત આપવું, નાઈટ્રોજન ખાતરની પુર્તિ કરવી નહીં પરંતું સારો વરસાદ થયે ખાતરની પૂર્તિ કરવી.
- Advertisement -
પાકોની વાવણી વખતે જુ઼વાર, મકાઈ જેવા ઘાસચારાના પાકો, દીવેલા, તલ(પુર્વા), ગુવાર જેવા પાકોનું વાવેતર પસંદ ક્રવું, પાકને આંતરખેડ અને હાથથી નિંદણ મુક્ત રાખવું, પાક્માં ક્ટોક્ટી અવસ્થાએ પિયત આપવું, રોપાણ ડાંગરના પાકની એસ.આર.આઈ. (શ્રી) પદ્ધતિથી રોપણી કરવી,બાજરીના પાકને બદલે ઘાસચારાની જુવાર જી.એફ.એસ.૪નું વાવેતર કરવું, દિવેલા GCH-5 નું ૧૫૦ X૭૫ સે.મી.ના સાંકડા ગાળે તથા GCH-7 નું ૧૫૦ X ૧૨૦ સે.મી.ના ગાળે વાવેતર કરવું. જેમા ૭૫ કિ.ગ્રા. નાઈટ્રોજન(૨૫ % FYM સ્વરુપે/દિવેલાની ખોળ) + ૨૫ કિ.ગ્રા. P2O5 ખાતર આપવાનુ રહેશે. કારીંગડાને દિવેલાના પાકમાં આંતર પાક તરીકે લઈ શકાય, બિન પિયત દિવેલાનું ૯૦ X ૩૦ સે.મી.ના સાંકડા ગાળે વાવેતર કરવું, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.