બૂકીની આંગડિયા પેઢીમાંથી કર્મચારી અઢી કરોડ સેરવી ગયો!
કટકે-કટકે કરીને કર્મચારી અઢી કરોડ કાતરી ગયો અને જુગાર-સટ્ટામાં હારી ગયો : બૂકીઓને બોલાવીને રકમ પરત કરાવવા પ્રયાસ
કર્મચારી પોતાનાં શેઠની ડાયમંડ IDમાં જ રૂપિયા હારી ગયો!
વિડંબના એ છે કે, આ આંગડિયા પેઢી એક નામચીન બૂકી ચલાવે છે અને તેની ‘ડાયમંડ’ નામની ID પણ નંબર-વન ગણાય છે. પોતાનાં શેઠની આંગડિયા પેઢીમાંથી નાણાં સેરવીને કર્મચારી શેઠની જ IDમાં એ રકમ હારી ગયો. આમ જોઈએ તો ઘીનાં ઠામમાં જ ઘી ઢોળાઈ ગયું કહેવાય!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
એક કૂખ્યાત બૂકી દ્વારા સંચાલિત આંગડિયા પેઢીનાં કર્મચારીએ પેઢીને લગભગ અઢી કરોડનું બુચ માર્યું છે. કર્મચારીએ વીસ લાખ, પચ્ચીસ લાખ, પંદર લાખ… એમ કરીને ટુકડે-ટુકડે લગભગ અઢી કરોડ રૂપિયા સેરવી લીધાં હતાં. થોડાં દિવસો બાદ હિસાબ થયો ત્યારે કર્મચારીનું ભોપાળું બહાર આવ્યું હતું અને ખ્યાલ આવ્યો હતો કે કર્મચારીએ અઢી કરોડ ઓળવી લીધાં છે.
આંગડિયા પેઢીનાં સંચાલક આ બાબત શહેરની એક મહત્ત્વની બ્રાન્ચ સુધી લઈ ગયા હતાં અને આ બ્રાન્ચે અત્યંત હકારાત્મક અભિગમ દાખવીને તત્કાળ આરોપીને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, લગભગ તમામ રકમ એ ક્રિકેટ- સટ્ટાની IDનાં જુગારમાં હારી ગયો છે. એ પછી પોલીસે એક પછી એક બૂકીઓને બોલાવી પોલીસે પૂછપરછ ચાલું કરી છે.