
બાળકના જન્મ સમયે બીસીજી, ઓરલ પોલિયો રસી અને હેપેટાઈટિસ બીની રસી આપવામાં આવે છે.
- Advertisement -
)
બાળક 6 અથવાડિયાનું થાય ત્યારે ડીટીપી, ઈનએક્ટિવેટેડ પોલિયો રસી, હિપેટાઈટિસ બી બુસ્ટર ડોઝ, હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા ટાઈપ બી, રોટાવાઈરસ 1 અને ન્યુમોકોકલ કન્જુગેટ રસી આપવામાં આવે છે . 10 અઠવાડિયાની ઉંમરે, બાળકને ડીટીપી 2, હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા ટાઈપ બી, ઈનએક્ટિવેટેડ પોલિયો રસી, હેપેટાઈટિસ બી અને રોટાવાઈરસ 2 રસી આપવામાં આવે છે.

- Advertisement -
બાળક જ્યારે 14 અઠવાડિયાનું થાય ત્યારે તેને ડીટીપી 3, હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા ટાઈપ, ઈનએક્ટિવેટેડ પોલિયો રસી, હિપેટાઈટિસ બી, રોટાવાયરસ 3 અને ન્યુમોકોકલ કન્જુગેટ રસી આપવામાં આવે છે .

જ્યારે બાળક 6 મહિનાનું થાય ત્યારે તેને ટાઈફોઈડની રસી આપવામાં આવે છે. 9 મહિનાની ઉંમરે બાળકને ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલા જેવી મહત્વપૂર્ણ રસી આપવામાં આવે છે.જ્યારે બાળક એક વર્ષનું થાય છે, ત્યારે તેને હેપેટાઈટિસ A અને ઈન્ફલ્યુએન્ઝાની રસી આપવામાં આવે છે.




