ભારતીય ફિલ્મોનો ક્રેઝ વિદેશમાં સાતમા આસમાને છે. આ જ કારણ છે કે, ઈન્ડિયન મૂવી દેશની સાથે-સાથે ઓવરસીઝ માર્કેટમાં પણ મજબૂતાઈથી બિઝનેસ કરે છે. આજે આપણે વાત કરીશું એ ફિલ્મો વિશે, જેણે વિદેશમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે. જો કે, આ ફિલ્મોની યાદીમાં આમિર ખાનની ફિલ્મ ટૉપ પર છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો બની રહી છે, જેને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વિદેશમાં લોકો ઉત્સાહિત થઈને હિન્દી ફિલ્મોની મજા માણી રહ્યા છે. આ લિસ્ટમાં આમિર ખાનથી માંડીને શાહરૂખ ખાન અને સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ સુધીની ફિલ્મો સામેલ છે. 7 ભારતીય ફિલ્મો એવી છે જેણે વિદેશમાં 100 કરોડ રૂપિયાથી વધુનો જબરદસ્ત વકરો કર્યો છે.
- Advertisement -
દંગલઃ આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી હતી. એકલા ભારતમાં જ આ ફિલ્મે 538 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે વિદેશમાં સૌથી વધુ 1430 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે દુનિયાભરમાં ‘દંગલ’ની કુલ કમાણી 1968 કરોડ રૂપિયા હતી.
- Advertisement -
પઠાણ: સાલ 2023માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. દુનિયાભરમાં આ ફિલ્મે 1050.3ની રેકોર્ડબ્રેક કમાણી કરી હતી, જેમાં વિદેશમાંથી રૂ. 396.02 કરોડનો સમાવેશ થાય છે. માત્ર ભારતમાં જ શાહરૂખ ખાનની ‘પઠાણ’એ 654.28 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું.
જવાન: શાહરુખ ખાનની આ બીજી ફિલ્મે છે, જેણે સાલ 2023માં પઠાણ ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આમાં નયનતારા અને દીપિકા પાદુકોણે પણ મુખ્ય રોલ અદા કર્યા હતા. આ ફિલ્મે વિદેશમાં 386.34 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. દુનિયાભરમાં ‘જવાન’નું ટોટલ કલેક્શન 1148.32 કરોડ હતું.
બજરંગી ભાઈજાનઃ સલમાન ખાનની આ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે દેશ-વિદેશમાં જોરદાર બિઝનેસ કર્યો. ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 444.92 કરોડ હતું. આ ફિલ્મે ઓવરસીઝ માર્કેટમાં 473.26 કરોડ રૂપિયાની ધૂમ કમાણી કરી હતી. આ રીતે ‘બજરંગી ભાઈજાને’ દુનિયાભરમાં 918.18 કરોડ રૂપિયાનો જબરદસ્ત બિઝનેસ કર્યો.
બાહુબલી 2: સાલ 2017માં રિલીઝ થયેલી સુપરસ્ટાર પ્રભાસની આ ફિલ્મે બોક્સઓફિસ પર આંધી લાવી દીધી હતી. સૈકનિલ્કના રિપોર્ટ મુજબ, બાહુબલી મૂવીએ દુનિયાભરમાં 1788 કરોડનો બિઝનેસ કર્યો હતો, જેમાં વિદેશી કલેક્શન 371.16 કરોડ સામેલ છે.
એનિમલ: રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને અનિલ કપૂર સ્ટારર ‘એનિમલ’ વર્ષ 2023ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ છે. મૂવીમાં રણબીર કપૂરનો એક્શન અવતાર ચર્ચામાં હતો. ‘એનિમલ’એ વિદેશમાં 255.49 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી હતી. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 917 કરોડ રૂપિયા હતું.
RRR: જુનિયર NTR અને રામ ચરણની ફિલ્મ ‘RRR’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. SACNILCના રિપોર્ટ અનુસાર, ‘RRR’એ વિશ્વભરમાં 1230 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તો ફિલ્મે વિદેશમાં 314.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.