– ઘઉં-દુધ-તુવેરદાળને બાદ કરતા ખાદ્યતેલો-કઠોળ થોડા સસ્તા થયા
ખાદ્યચીજોના ભાગે નીચા આવવા લાગતા હવે મોંઘવારીમાં રાહત મળવાની તથા ઓક્ટોબરના રીટેઇલ ફુગાવાના દરમાં ઘટાડો થવાની આશા જન્મી છે. સોમવારે ફુગાવાનો આંકડો જાહેર થવાનો છે. જે 6 ટકાથી નીચે આવી શકે છે. સપ્ટેમ્બરમાં તે 7.41 ટકા હતો. રીઝર્વ બેંક પણ વ્યાજ દર વધારાને બ્રેક મારી શકે છે.
- Advertisement -
દુનિયાભરના દેશો મોંઘવારીને કાબૂમાં લેવા માત્ર વ્યાજ દર વધારી રહ્યા હતા હવે સૌપ્રથમ અમેરિકામાં મોંઘવારી ઘટી રહ્યાના સંકેત ઉઠ્યા હોય તેમ ફુગાવો 8.2 ટકાથી ઘટીને 7.77 ટકા થયો છે. ભારતીય નાગરિક પુરવઠા વિભાગના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ઘઉંના આટા (લોટ)માં તેજી થવા સાથે ભાવ પ્રતિ કિલોએ રૂા. 31.34 થયો હતો. બાકીની ચીજોમાં ભાવ નીચા આવ્યા છે.
ચોખાનો ભાવ 38.1 થયો હતો. ચણા દાળ 74થી ઘટીને 73.19, અડદદાળ 108.77થી ઘટીને 108.25, મગદાળનો ભાવ 103.49થી ઘટીને 103.19 રહ્યો હતો. બીજી તરફ તુવેર દાળનો ભાવ 112.02થી વધીને 112.82 તથા મસૂર દાળનો ભાવ 95.76થી વધીને 95.89 થયો હતો. દુધનો સરેરાશ ભાવ 29 પૈસા વધીને 54.72 થયો હતો. વનસ્પતિ તેલનો ભાવ 147.69થી ઘટીને 145.14 તથા સોયા તેલનો ભાવ 169.97થી ઘટીને 168.59 રહ્યો હતો. પામતેલ પણ 119.23થી ઘટીને 117.38 થયું હતું.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કેટલાંક મહિનાઓથી તમામ ખાદ્યચીજોમાં વન-વે તેજી જ થતી રહી હતી. હવે કેટલીક ચીજોના ભાવમાં રાહત મળી છે એટલે ઓક્ટોબર મહિનાનો ફુગાવો નીચે આવી શકે છે. જો કે, કેટલાંક દિવસોથી ઘઉં જેવી અમુક ચીજોમાં જોરદાર ભાવવધારો છે તે સરકારની ચિંતા વધારી શકે છે.
- Advertisement -