યુઝર્સ પ્રતિ UPI એપ દિવસમાં ફક્ત 50 વખત જ તેમના એકાઉન્ટ બેલેન્સ ચકાસી શકે છે.
UPI દ્વારા પેમેન્ટ કરતા લોકો માટે 1 ઓગસ્ટ, 2025થી મોટા ફેરફારો અમલમાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ UPI સિસ્ટમ પરનો ભાર ઓછો કરવાનો છે. તો ચાલો જાણીએ કે શું મોટા ફેરફાર થશે…
- Advertisement -
1. બેલેન્સ ચેક પર મર્યાદા
1 ઓગસ્ટ 2025થી, યુઝર્સ એક દિવસમાં કોઈ એક UPI એપ પરથી ફક્ત 50 વખત જ બેલેન્સ ચેક કરી શકશે. જો તમે બે એપ્સનો ઉપયોગ કરો છો, તો બંનેમાં અલગ-અલગ 50 વખત ચેક કરી શકાશે. આનાથી વધુ વખત બેલેન્સ જાણવા માટે તમારે તમારી બેન્કની એપનો ઉપયોગ કરવો પડશે. NPCIનું કહેવું છે કે, ખાસ કરીને પીક અવર્સ (સવારે 10 થી બપોરે 1 અને સાંજે 5 થી રાત્રે 9:30) દરમિયાન UPI સિસ્ટમ પર ઘણો ભાર પડે છે. વારંવાર બેલેન્સ ચેક કરવાથી સિસ્ટમ ધીમી પડે છે. સૌથી વધુ નાના દુકાનદારો જેવા કે ચા અને શાકભાજી વેચનારને ઘણીવાર વધુ વખત બેલેન્સ ચેક કરવાનું રહેતું હોય છે.
ઓટોપે મેન્ડેટ્સની મર્યાદા અને પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં થાય. જોકે, હવે પીક અવર્સ (સવારે 10 થી બપોરે 1 અને સાંજે 5 થી રાત્રે 9:30) દરમિયાન તમારા ખાતામાંથી પૈસા કપાશે નહીં. આવા પેમેન્ટ્સ ફક્ત નોન-પીક અવર્સમાં જ પ્રોસેસ થશે. એટલે કે, નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન, એપ સબસ્ક્રિપ્શન અથવા EMI જેવા ઓટો-પે ટ્રાન્ઝેક્શન પીક અવર્સમાં કપાશે નહીં.
- Advertisement -
3. ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેકની મર્યાદા
જો કોઈ પેમેન્ટ અટકી જાય તો તમે તેનું સ્ટેટસ 90 સેકન્ડ પછી જ ચેક કરી શકાશે. તેમજ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક દિવસમાં માત્ર 3 વખત જ કરી શકાશે. તેમજ આ કરવામાં માટે દર વખતે 45-60 સેકંડનું અંતર રાખવું જરૂરી છે.
તેમજ હવેથી દરેક સફળ UPI ટ્રાન્ઝેક્શન પછી બેન્ક તમને તમારા ખાતામાં કેટલું બેલેન્સ બાકી છે તેની જાતે જાણ કરશે. આનાથી યુઝર્સને વારંવાર બેલેન્સ ચેક કરવાની જરૂર નહીં પડે અને સિસ્ટમ પરનો ભાર ઘટશે.