જો તમને લાગે છે કે એપલ આઈફોન 15 સીરીઝનાં મોબાઈલ દુનિયાનાં સૌથી મોંઘા ફોન છે તો તમે ખોટા છો. દુનિયામાં કરોડો રૂપિયાનાં સૌથી મોંઘા ફોન બને છે અને વેંચાય પણ છે.
તમને કદાચ લાગતું હશે કે એપલ સીરીઝનાં ફોન અથવા તો કોઈ અન્ય બ્રાંડનાં ફોન સૌથી મોંઘા આવે છે. પણ ના..દુનિયામાં એવા પણ અનેક કસ્ટમાઈઝ્ડ મોબાઈલ ફોન ઉપલબ્ધ છે જેની કિંમત કરોડોને પાર કરી જાય છે. આ તમામ લિમિટેડ એડિશન ફોન હોય છે. તેના કેટલાક યૂનિટ્સ જ બજારમાં ઊતરે છે. આ ફોનની કિંમત એટલા માટે કરોડોમાં હોય છે કારણકે તેમાં દુનિયાનાં મોંઘા-મોંઘા રત્નો જડેલા હોય છે.
- Advertisement -
ફોલ્કન સુપરનોવા આઈફોન 6
ફોલ્કન સુપરનોવા આઈફોન 6 પિંક ડાયમંડ દુનિયાનો સૌથી મોંઘો ફોન છે. વર્ષ 2004માં આ ફોનને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ iPhone 6 જ છે. પણ તેને કસ્ટમાઈઝ કરીને નવો રૂપ દેવામાં આવ્યો છે. તેના એક્સટીરિયર 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. આ રોઝ ગોલ્ડ અને પ્લેટિનમ વર્ઝનમાં પણ આવ્યો હતો. તેના રિયર પેનલમાં લાગેલ મોટો રોઝ ડાયમંડથી બનેલો છે. તેની કિંમત 403421545 રૂપિયા છે.
Le téléphone fait à la main est recouvert de 500 diamants de 100 carats et son panneau arrière et son logo sont en or vingt-quatre carats.
— Taupe3 (@Taupe_Trois) May 1, 2021
- Advertisement -
iphone 4s એલિટ ગોલ્ડ
ડિઝાઈનર સ્ટૂઅર્ટે એક આઈફોન 3માં એટલી કિંમતી ચીજો લગાડી દીધી કે આઈફોન 4s elite gold દુનિયાનો બીજો સૌથી મોંઘો ફોન બની ગયો. હાથથી બનાવેલ આ ફોનમાં 500 ડાયમંડ લાગેલા છે. ફોનનાં રિયર પેનલ પર એપલનો લોકો 24 કેરેટ સોનાથી બનાવવામાં આવ્યો છે. લોગો પર 53 હીરા જડેલા છે. હોમ બટન પર 7.6 કેરેટનાં હીરા છે. તેની કિંમત 77 કરોડ રૂપિયા છે.
iPhone 4 ડાયમંડ રોઝ એડિશન
આ ફોનને પણ સ્ટૂઅર્ટ યૂઝે બનાવ્યું છે. તેને 18 કેરેટનાં વ્હાઈટ અને રોઝ ગોલ્ડથી બનાવવામાં આવ્યું છે. તેના પર 138 હીરા જડેલા છે. તેના પર બનેલ હોમ બટન 6.6 કેરેટનાં ડાયમંડથી બનેલ છે જે તેને વધારે મોંઘો બનાવે છે. તેની કિંમત 66 કરોડ રૂપિયા છે.
ગોલ્ડ સ્ટ્રાઈકર આઈફોન 3 GS સુપ્રીમ
આ ફોન પણ ઘણો મોંઘો ફોન છે. તે દેખાવમાં તો આઈફોન 3જી કિંગ્સ બટન જેવું લાગે છે. તેને પણ સ્ટૂઅર્ટ યૂઝે ડિઝાઈન કર્યું હતું. 22 કેરેટ ગોલ્ડથી બનેલ આ ફોનની કિનારીઓ પર 136 હીરા જડેલા છે. સાથે જ એપલ લોગો બનાવવા માટે વધારાનાં 53 હીરા લગાડવામાં આવ્યાં છે. તેની કિંમત 26 કરોડ રૂપિયા છે.
ગોલ્ડવિશ લે મિલિયન
ગોલ્ડવિશ લે મિલિયન ફોનને લક્ઝરી બ્રાંડ ગોલ્ડવિશે બનાવ્યું હતું. ઘરેણાં અને ઘડિયાલનાં ડિઝાઈનર ઈમેનુએલ ગુએટે આ ફોન ડિઝાઈન કર્યું હતું. તેની બોડી 18 કેરેટની વાઈટ ગોલ્ડ, 120 કેરેટની વીવીએસ-1 ગ્રેડનાં હીરા દ્વારા બનાવવામાં આવી છે. તેવા માત્ર 3 ફોન બનાવવામાં આવ્યાં છે. કિંમત 10 કરોડ રૂપિયા હતી.