IPL 2022માં ભારતના ઘણા યુવા ખેલાડીઓએ પોતાની શાનદાર રમતથી આ લીગમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. IPL 2022માં પણ 5 યુવા ભારતીય ખેલાડીઓએ પોતાની શાનદાર રમતથી દરેકનું દિલ જીતી લીધું છે. આ ખેલાડીઓને આગામી સમયમાં ભારતીય ટીમમાં રમતા જોવા મળી શકે છે.
- Advertisement -

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમનાર 19 વર્ષીય યુવા બેટ્સમેન તિલક વર્માએ આ સિઝનમાં 14 મેચમાં કુલ 397 રન બનાવ્યા છે.

- Advertisement -
ચેન્નાઈ સુપર કિંગ્સના ઝડપી બોલર મુકેશ ચૌધરીએ તેમની પ્રથમ આઈપીએલ સિઝનમાં કુલ 13 મેચમાં 9.32ની સરેરાશ સાથે 16 વિકેટ ઝડપી હતી.

લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના યુવા ખેલાડી આયુષ બદોનીએ 13 મેચમાં 161 રન બનાવ્યા છે અને બે મહત્વ પુર્ણ વિકેટ પણ લીધી છે.

લખનૌ સુપર જાયન્ટ્સના યુવા ઝડપી બોલર મોહસીન ખાને આ સિઝનમાં કુલ 8 મેચમાં 5.93ની ઈકોનોમીથી 13 વિકેટ ઝડપી છે.

ગુજરાત ટાઇટન્સના યશ દયાલે આ સિઝનમાં રમાયેલી કુલ 7 મેચમાં 9.28ની ઈકોનોમીથી 9 વિકેટ લીધી છે. આ તમામ યુવા ખેલાડીઓ પણ આગામી સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળી શકે છે.



