સરકારી અધિકારી-કર્મચારીઓને સરકારનું સુરક્ષા કવચ
સરકારી અધિકારી સામે ફરિયાદ પહેલાં ચકાસણી થશે: અધિકારીઓ સામે ખોટી ફરિયાદ અટકાવવા નવા નિયમો લાગુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ હવે કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સીધી પોલીસ ફરિયાદ (ઋઈંછ) નોંધી શકાશે નહીં.
ગૃહ વિભાગના ખુલાસા મુજબ, જો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારી સામે સીધી પોલીસ ફરિયાદ કરવાનો આગ્રહ રાખે, તો પોલીસે તુરંત ગુનો નોંધવાને બદલે પહેલા પ્રાથમિક તપાસ અને ચકાસણી કરવી ફરજિયાત રહેશે. પોલીસને ચકાસણી દરમિયાન એવું જણાય કે ખરેખર અધિકારી સામે ગુનો બને છે, તો જ આગળની કાયદેસરની કાર્યવાહી કે ફરિયાદ નોંધી શકાશે.
આવી ફરિયાદોના ડરથી અધિકારીઓ પોતાની ફરજ નિરપેક્ષપણે અને આત્મવિશ્ર્વાસ સાથે બજાવી શકતા નથી, જેના કારણે સરકારી કામકાજમાં ઉદાસીનતા જોવા મળે છે. ખોટી ફરિયાદોને કારણે પ્રામાણિક અધિકારીઓની છબી ખરડાય છે અને તેઓ દબાણ હેઠળ કામ કરે છે. આ પરિપત્રથી વહીવટી તંત્રમાં સુરક્ષાનું વાતાવરણ ઉભું થશે.
ઉલ્લેખનીય છે કે, ગૃહ વિભાગના આ પગલાથી વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધશે તેવી અપેક્ષા છે. હવેથી કોઈપણ પાયાવિહોણી રજૂઆતને આધારે સીધો ગુનો નહીં નોંધાય, પરંતુ તટસ્થ તપાસ બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.
આ નવો નિયમ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં અમલમાં મૂકવામાં આવ્યો છે અને તેના અમલીકરણની સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ પગલું અધિકારીઓના મનોબળને મજબૂત કરશે અને ખોટી ફરિયાદોને અટકાવીને વાસ્તવિક ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.
સરકારે કેમ લેવો પડ્યો આ નિર્ણય?
- Advertisement -
સરકારના ધ્યાનમાં આવ્યું છે કે ઘણા કિસ્સાઓમાં અંગત અદાવત અથવા અધિકારીઓને ડરાવવા-ધમકાવવા માટે ખોટી ફરિયાદો કરવામાં આવે છે. આ નિર્ણય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે. અનેક કિસ્સાઓમાં અધિકારીઓને પાયાવિહોણી ફરિયાદો દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનું જણાયું છે. જ્યારે કોઈ અધિકારી સામે ખોટી ફરિયાદ થાય અને તે મીડિયા કે અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ થાય છે, ત્યારે તે અધિકારીના મોરલ પર નકારાત્મક અસર પડે છે. આ પરિપત્રનો હેતુ અધિકારીઓને બિનજરૂરી હેરાનગતિથી બચાવવાનો છે, જેથી તેઓ નિષ્પક્ષ અને નિડર રીતે કામ કરી શકે.



