કાર ઉત્પાદક કંપનીઓનાં દબાણ છતાં સરકાર મકકમ
કેન્દ્ર સરકારની નવી ઈલેકટ્રીક વ્હીકલ નીતીને વિદેશી કાર ઉત્પાદકોએ ખાસ પ્રતિસાદ આપ્યો નથી છતાં સરકાર તેમાં કોઈ બદલાવ કરવાનાં મુડમાં નથી. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષનાં પ્રારંભે ઈલેકટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરી હતી. વૈશ્વિકકાર ઉત્પાદકોએ તેમાં ખાસ રસ લીધો ન હતો. ટેસ્લાએ ભારતમાં દાખલ થવા હજુ કોઈ કમીટમેન્ટ કર્યુ નથી.
- Advertisement -
મર્સીડીઝ બીએમડબલ્યુ, જગુઆર જેવી કંપનીઓ ભારતમાં વેચાણ કરે છે છતા ખાસ રસ લેતી નથી. કેન્દ્રનાં ભારે ઉદ્યોગ મંત્રાલયનાં સુત્રોએ કહ્યું કે વર્તમાન નીતિનાં માપદંડો કે શરતોમાં કોઈ બદલાવ કરવામાં નહી આવે સરકારની નીતી અને અભિગમ સ્પષ્ટ છે. ભારતમાં 500 મીલીયન ડોલરનું રોકાણ કરીને નીચી જકાત હેઠળ કાર આયાત કરી શકે છે.
રાજકોટને પ્રોજેકટને મંજુરી મળ્યા બાદ ત્રણ વર્ષમાં ઉત્પાદન શરૂ કરવાનુ ફરજીયાત છે અને તેમાં કોઈ ઢીલ આપવાનો સવાલ નથી સરકારની નીતિમાં 35 હજાર ડોલર કે વધુની કિંમતની કાર 15 ટકા જકાતે આયાત કરવાની છુટ આપવામાં આવી છે.પાંચ વર્ષ સુધી તેનો લાભ આપવાની જોગવાઈ સામે ભારતમાં રોકાણની રાહત છે.
ટેસ્લા કે અન્ય કંપનીઓ આગળ ન આવે તો સરકારને કોઈ ફર્ક નથી પડતો કોઈ એક માટે નીતિ ન બદલી શકે જોકે કાર ઉત્પાદકોએ રજુ કરેલી સમસ્યા વિશે વાટાઘાટો ચાલુ રહેવાનું તેમણે કહ્યું હતું.