એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે “વિમાન કે એન્જિનમાં કોઈ યાંત્રિક કે જાળવણી સમસ્યા નથી.”
12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માતના એક મહિના પછી, શનિવારે (12 જુલાઈ) પ્રારંભિક તપાસનો રિપોર્ટ આવ્યો હતો. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના રિપોર્ટ આવ્યાના બે દિવસ પછી એટલે કે આજે એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનની પ્રતિક્રિયા સામે આવી છે. વિલ્સને કહ્યું – AAIBના રિપોર્ટમાં પ્લેન કે એન્જિનમાં કોઈ ટેકનિકલ કે મેઈન્ટેનન્સ સંબંધિત સમસ્યા જોવા મળી નથી. તમામ મેઈન્ટેનન્સ કાર્ય કરવામાં આવ્યું હતું.
- Advertisement -
એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું જ હતું
એર ઇન્ડિયાના CEO વિલ્સને જણાવ્યું હતું કે, ‘એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રારંભિક તપાસ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે ગયા મહિને થયેલા પ્લેન ક્રેશમાં પ્લેનમાં કોઈ મેઈન્ટેનન્સ સમસ્યા નહોતી કે એન્જિનમાં પણ કોઈ ખામી નહોતી. પ્લેનમાં તમામ ફરજિયાત મેઈન્ટેનન્સ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા હતા. ઇંધણની ગુણવત્તા અને ટેકઓફ રોલમાં પણ કોઈ અસામાન્યતા જોવા મળી ન હતી. પાઇલટ્સે ઉડાન પહેલાં તમામ બ્રેથલાઇઝર પરીક્ષણો પાસ કર્યા હતા. તેમની તબીબી તપાસ દરમિયાન પણ કંઈ ચિંતાજનક મળ્યું નથી.’
AAIB રિપોર્ટમાં શું ખુલાસો થયો?
- Advertisement -
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171નું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફક્ત 32 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગયું હતું.




