હાઈકોર્ટના આદેશ પર ફેસલો સુપ્રીમ કોર્ટે સુરક્ષિત રાખતા યુપી સરકારે વાંધો ઉઠાવ્યો
મદરેસા મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ હતી. એક બાજુ જયાં સુપ્રીમ કોર્ટે અલાહાબાદના આદેશ પર રોક લગાવી દીધી છે તો પોતાનો ફેસલો સુરક્ષિત રાખી દીધો છે. જયારે ઉતરપ્રદેશની યોગી આદીત્યનાથની સરકારે મદરેસા કાનૂનને પુરી રીતે ખતમ કરી દેવા સામે વાંધો ઉઠાવ્યો છે. યુપી સરકારનું કહેવું છે કે એ જોગવાઈઓને ખતમ કરી દેવી જોઈએ જે ઉલ્લંઘનકારી છે.
- Advertisement -
ખરેખર તો હાઈકોર્ટ યુપી સરકારના મદરેસા કાનૂનને ધર્મ નિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન બતાવ્યો હતો. સાથે સાથે આદેશ આપ્યો હતો કે 13 હજાર 364 મદરેસાઓમાં ભણી રહેલા 12 લાખથી વધુ છાત્રોને રાજય શિક્ષણ બોર્ડ તરફથી માન્યતા પ્રાપ્ત રેગ્યુલર સ્કુલોમાં ભરતી કરવામાં આવે. યુપી સરકાર તરફથી વિશેષ સોલીસીટર જનરલ કે.એમ.નટરાજને કહ્યું હતું કે રાજય સરકાર યુપી મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ-2004 પુરી રીતે ખતમ કરવાના પક્ષમાં નથી.
રાજય સરકારનું માનવું છે કે, અલાહાબાદ હાઈકોર્ટ પુરા મદરેસા અધિનિયમને ગેરબંધારણીય જાહેર કરવો નહોતો જોઈતો. રાજય સરકારે અધિનિયમના પક્ષમાં હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો અને તે તેના વલણ પર હજુ પણ કાયમ છે.