2024ની લોકસભા ચૂંટણી પછી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા નવા સીમાંકન આયોગની રચના કરશે જે સીમાંકન આધારે લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં વધારો થઈ શકે છે.
દેશમાં લોકસભાની ચૂંટણીની રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે 2024ની લોકસભા ચૂંટણી પછી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા નવા સીમાંકન આયોગની રચના કરશે જે સીમાંકન આધારે લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં વધારો થઈ શકે છે.
- Advertisement -
લોકસભાની બેઠકો વધીને 800 સુધી થઈ શકે
નવા સીમાંકન બાદ લોકસભા અને રાજ્યસભાની બેઠકોમાં વધારો થઈ શકે છે તો લોકસભાની બેઠકો વધીને 800 સુધી થઈ શકે છે જ્યારે વિધાનસભા બેઠકો પણ 230ને પાર પહોંચી શકે છે. અત્રે તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સાંસદોની સંખ્યા વધીને 42 થઈ શકે છે તો રાજ્યમાં રાજ્યસભાની બેઠકમાં વધારો થઈ શકે છે.
નવા સીમાંકન માટે 2026માં પ્રસિદ્ધ થશે પ્રાથમિક જાહેરનામું
રાજ્યસભામાં 11ને બદલે 17 સાંસદ સભ્ય ચૂંટાશે જ્યારે રાજ્યની વિધાનસભા બેઠકો 230થી વધુ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ધારાસભ્યને રહેવા માટે ક્વાર્ટર્સની સંખ્યામાં પણ વધારો થશે. જો કે તમને જણાવી દઈએ કે, ધારાસભ્યના ક્વાર્ટર્સની સંખ્યા 214 થશે. નવા સીમાંકન માટે 2026માં પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થશે તેમજ રાજ્યોની વસ્તી અને ક્ષેત્રના માપદંડોના આધારે સીમાંકન કરવામાં આવશે.