ઉત્તર પ્રદેશમાં ભાજપ 300થી વધુ બેઠકો મેળવશે તેવો દાવો
યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની સરકાર પ્રત્યે લોકોને વિશ્વાસ: ગૃહમંત્રી શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા ખાસ મુલાકાતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર પોતાની નીતિઓ પ્રત્યે મક્કમ છે અને સીએએથી પાછા હટવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી. લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. એમણે કહ્યું કે કોઈપણ કામગીરી કરવા માટે નક્કર આયોજન જરૂરી હોય છે અને તેને લાગુ કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે પરંતુ થોડો વધુ સમય લેવામાં આવી રહ્યો છે. જોકે તેને લાગુ કરવા માટે પાછા હટવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી. વિધાનસભાની ચૂંટણી અંગે અમિત કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે સૌથી મોટો મુદ્દો કાયદો અને વ્યવસ્થાનો છે અને ભાજપ ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસ્થા સુધારવા માટે મક્કમ છે અને ચૂંટણીમાં પણ તેને 300થી વધુ બેઠકો મળવાની આશા છે. એમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની સરકાર પ્રત્યે લોકોને વિશ્વાસ છે અને વિશ્વાસ પેદા કરવામાં અમે સફળ રહ્યાં છીએ અને ફરીથી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર સંપૂર્ણ બહુમતી સાથે બનવાની છે.