વિવાદીત કામોને ફરી પ્રાધાન્ય આપ્યું, વર્ષો જૂનાં કામોનું બજેટમાં સમાવેશ કર્યો
બજેટમાં રૂપિયા 11.60 કરોડના વેરાબોજ સાથે સમિતિની મંજૂરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મનપા સ્થાયી સમિતી દ્વારા વર્ષ-2024-25નું બજેટ સુધા રા વધારા સાથે મંજૂર કરવામાં આવ્યુ હતુ. જેમાં રહેણાંક અને કોમર્શીયલ મિલ્કતમાં ગાર્બેજ કલેકશનમાં જે વિસંગતતા હતી તે દૂર કરી વધુ ચોરસ મીટર હોય તેવી મિલ્કતનો વેરો વધારવામાં આવ્યો છે. તેના કારણે પ્રજાજનો પર 11.60 કરોડનો વેરા બોજ આવશે. આ સિવાય અન્ય વેરા વધારવામાં આવ્યા નથી. બજેટમાં મનપાના શાસકોનું વિકાસ માટેનું કોઇ વિઝન જોવા મળતુ નથી. ગત વર્ષે જે બજેટ હતુ તેમાં આંશિકફેરફાર કરી ફોટા પણ એના એ જ મુકી દેવામાં આવ્યા છે. એક-બે વસ્તુને બાદ કરતા મોટાભાગની વિગત વર્ષના બજેટમાં જે વાતો હતી તેનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૂનાગઢના પૂર્વ કમિશનર રાજેશ તન્ના દ્વારા 2024-25નું બજેટમાં 967.57 કરોડનું હતુ જેમાં રેવન્યુ આવક 253.15 કરોડ, કેપીટલ આવક 714.39 કરોડ, રેવન્યુ ખર્ચ 253.23 કરોડ, કેપીટલ ખર્ચ 714.24 કરોડ અને પુરાંત 9 લાખની હતી. જયારે સ્થાયી સમિતી દ્વારા બજેટમાં સુધારા વધારા કરી સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ કર્યુ હતુ. જેમાં 937.07 કરોડનું છે જેમાં રેવન્યુ આવક 222.65 કરોડ, કેપીટલ આવક 714.39 કરોડ, રેવન્યુ ખર્ચ 222.79 કરોડ, કેપીટલ ખર્ચ 714.24 કરોડ અને પુરાંત 3 લાખની રહેશે.