મહિલા કોલેજ સબ ડિવિઝનમાં લોકોના અનેક કામો અટકેલા: અધિકારીઓ રજા પર જતા લોકોમાં ભારે નારાજગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પીજીવીસીએલની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠતા જ રહેતા હોય છે. ખાસ કરીને જયારે લાઈટ જાય છે ત્યારે ફોન ન ઉપાડવા સુધીના પ્રશ્ર્નો અનેકવાર ચર્ચામાં આવતા હોય છે. જેને લઈને સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
- Advertisement -
રાજકોટમાં ગઈકાલે અડધી રાતે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પીજીવીસીએલની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી હતી. ત્યારે રાજકોટના મહિલા કોલેજ સબ ડિવિઝનની પણ ફરિયાદ પણ ખાસ ખબર સુધી પહોંચી છે.
જીજ્ઞેશ ધ્રુવને થયો કડવો અનુભવ
રાજકોટના રહેવાસી જીગ્નેશભાઈ ધ્રુવએ ખાસ ખબરના કાર્યાલય પહોંચી પોતાને પડતી અગવડતા સંબંધે મહિલા કોલેજ સબડિવિઝનની ઢીલી નીતિની ફરિયાદ કરી છે. જેમાં તેઓના જણાવ્યા મુજબ; તેઓ પોતાના કામથી પીજીવીસીએલની ઓફિસ જાય છે ત્યારે તે કાર્ય પૂર્ણ કરવામાં વધુ સમય લાગે છે. તેમજ ઓફિસમાં કામની સામે આપવામાં આવેલો સ્ટાફ પણ ઓછો છે તેથી આવું થાય છે તેવું પીજીવીસીએલના અધિકારીઓ જણાવે છે. મે મારા ક્લેરિકલ કામને પૂર્ણ કરવા મુખ્ય અધિકારીને ફાઈલ આપ્યા બાદ કાર્ય પૂર્ણ થયું.
અધિકારી શું કહે છે?
ત્યાંની વાસ્તવિકતા જાણવા માટે ખાસ ખબરે પીજીવીસીએલ અધિકારી હાર્દિક બુદ્ધદેવ સાથે પણ વાત કરી હતી. જેમાં તેઓ જણાવે છે કે, અમારી પાસે સ્ટાફ પૂરતો જ છે. હાલમાં વેકેશન સમય હોવાથી અમુક લોકો રજા પર ગયા છે, તેથી એવું બની શકે કે કોઈને કદાચ તકલીફ પડી હોય. અમે એન્જીનીયરો મોટે ભાગે ફિલ્ડમાં હોયએ છીએ. તેમજ ઘણીવાર જરૂરી સમયે અમે પણ ઓફિસમાં વધુ સમય રોકાઈને ક્લેરિકલ કામો કરતા હોઈએ છીએ.
- Advertisement -
આમાં લોકોનો મરો !
હાલમાં જે રીતે સામાન્ય લોકો તરફથી પીજીવીસીએલની જે કોઈ ફરિયાદો આવી રહી છે તે ચિંતાજનક છે. કારણકે, જો અધિકારીઓ વેકેશન કરવા જાય અને લોકોના કામો અટકી પડે તો એ જવબદારી કોની ? લાઈટો જવાની, ક્લેરિકલ કામો પેન્ડિંગ હોવાની અનેક ફરિયાદો બાદ પણ જો સામાન્ય જનતાને મુશ્કેલીઓ વેઠવી પડતી હોય તો શું પીજીવીસીએલ એ આ બાબતે ગંભીર બની કામગીરી ન કરવી જોઈએ ?