By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    11 hours ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    11 hours ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    11 hours ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    11 hours ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    12 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    11 hours ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    12 hours ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    1 day ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    1 day ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    12 hours ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    2 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    3 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આપમાં અત્યારે સર્જાયો છે ‘ભૂકંપ’, જેનો ફાયદો ઉઠાવીને ભાજપે ‘પ્રજાદ્રોહ’ ને હથિયાર બનાવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > આપમાં અત્યારે સર્જાયો છે ‘ભૂકંપ’, જેનો ફાયદો ઉઠાવીને ભાજપે ‘પ્રજાદ્રોહ’ ને હથિયાર બનાવ્યું
ગુજરાત

આપમાં અત્યારે સર્જાયો છે ‘ભૂકંપ’, જેનો ફાયદો ઉઠાવીને ભાજપે ‘પ્રજાદ્રોહ’ ને હથિયાર બનાવ્યું

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:03 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

આપ તૂટવાનો સિલસિલો ચૂંટણી સુધી ચાલી શકે છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે હવે સત્તાના લાલચુ નેતાઓમાં પક્ષ પલટો કરવાની મૌસમની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે ભાજપે વિપક્ષના નેતાઓને ખડેવવાની શરૂઆત કરી છે. ગુજરાતના રાજકારણમાં અત્યારે ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે આદમી પાર્ટીમાંથી વિજય સુવાળાએ ભાજપમાં પાટલી બદલી છે, જ્યારે આજે ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપ છોડી દીધું છે.

Contents
આપ તૂટવાનો સિલસિલો ચૂંટણી સુધી ચાલી શકે છેઆપમાં ભંગાણની શરૂઆત સુરતથી જ થઈકોંગ્રેસમાંથી ચૂંટાઈને ભાજપમાં જતા રહેતા નેતાઓથી જનતા ત્રાસી ઉઠી છેજો આપ કોંગ્રેસના રસ્તે જશે તો પ્રજા માફ નહીં કરેવિપક્ષ વિના જ સત્તામાં રહેવું ભાજપની સ્ટ્રેટેજીઆપના પ્રતિનિધિઓ પણ કોંગ્રેસ જેવા પાટલી બદલુ હોવાનો ભાજપનો મતવિપક્ષ નિષ્ફળ હોવાનો માહોલ બનાવવાની ભાજપની ઉંધી સ્ટ્રેટેજી

આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરી અને પક્ષની વફાદારીને ધ્યાનમાં રાખીને ગુજરાતની જનતાએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને એક તક આપી છે. અત્યારે આપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષ પલટો કરે કે પ્રજાને ભૂલી જશે તો જનતા તેમને ફેંકી દેશે. જેનું સૌથી મોટું ઉદાહરણ કૉંગ્રેસ છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક પક્ષપલટો કરવા લાગતા ગુજરાતની જનતાએ જાકારો આપી દીધો છે. હવે, આપની પણ આવી જ હાલત થઈ રહી છે, તેવો પ્રજામાં સુર ઉઠ્યો છે. હવે આપ તૂટવાનો સિલસિલો ચૂંટણી સુધી ચાલી શકે છે. ગુજરાતમાં આપની રાજકીય સ્થિતિ પણ કૉંગ્રેસ જેવી થઈ શકે છે.

- Advertisement -

આપમાં ભંગાણની શરૂઆત સુરતથી જ થઈ

આપમાં ભંગાણની શરૂઆત સૌથી પહેલા સુરત જિલ્લા પ્રમુખ બટુકભાઈ વાડદોરીયાના ભાજપમાં જોડાવાથી થઈ હતી. તેઓ તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ-કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા હતા. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 27 બેઠક જીતી પોતાનો ગઢ બનાવવાના જે સપના જોયા હતા, તે એકદમ વિખેરાઈ ચુક્યા છે.

કોંગ્રેસમાંથી ચૂંટાઈને ભાજપમાં જતા રહેતા નેતાઓથી જનતા ત્રાસી ઉઠી છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસનો જનતાએ એકદમ સફાયો કરી દીધો હતો, તેનું મુખ્ય કારણ કૉંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પક્ષ પલટો હતો. ગુજરાતની પ્રજાએ રંગે- ચંગે કૉંગ્રેસના ઉમેદવારોને મતદારો મત આપીને પ્રતિનિધિ બનાવે છે અને થોડાક જ સમયમાં આ પ્રતિનિધિઓ અધવચ્ચે પક્ષ પલટો કરી રાજીનામુ આપી જનતાના માથે વારંવાર ચૂંટણી થોપી દે છે. કોંગ્રેસે સત્તા માટે જનતા સાથે દ્રોહ કર્યો હતો, જેથી જનતા પણ ત્રાસી ગઈ હતી.

જો આપ કોંગ્રેસના રસ્તે જશે તો પ્રજા માફ નહીં કરે

કૉંગ્રેસના નેતાઓની આવી વૃત્તિ અને પ્રવૃત્તિના કારણે પ્રજાએ કોંગ્રેસને ઘર ભેગી કરી છે. જો કોંગ્રેસના રસ્તે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ પણ જશે તો ગુજરાતની પ્રજા એને પણ માફ નહીં કરે. એટલે આપના પ્રતિનિધિ માટે શાખ સાચવવી ઘણી અઘરી બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાથી માંડીને રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા વિપક્ષના સભ્યોને ભાજપમાં ભેળવી દેવાની ભાજપની એક સ્ટ્રેટેજી રહી છે.

- Advertisement -

વિપક્ષ વિના જ સત્તામાં રહેવું ભાજપની સ્ટ્રેટેજી

ગત ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે બહુમતી તો મેળવી લીધી છે, પણ તેમનો ટાર્ગેટ વિપક્ષ વિનાની સત્તા મેળવવાનો હોવાનું જાણવા મળ્યું છે. જેથી ભાજપ વિપક્ષમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને યેન- કેન પ્રકારે ભાજપમાં લાવી દેવા હવે અત્યંત લાલચી બની ગયો છે.

આપના પ્રતિનિધિઓ પણ કોંગ્રેસ જેવા પાટલી બદલુ હોવાનો ભાજપનો મત

ભાજપને હાલ સૌથી મોટો ડર સુરતમાં આપની એન્ટ્રીથી લાગ્યો છે, તેથી ભાજપના રણનીતિકારો હવે આપના પ્રતિનિધિઓને ભાજપ તરફ લાવવા માટે એડી- ચોટીનું જોર લગાવી ભાજપમાં પ્રવેશ આપી જનતામાં એવો વાયરો ફેલાવવા માંગે છે કે, આપના પ્રતિનિધિઓ પણ કૉંગ્રેસ જેવા જ ધોકેબાઝ જ છે. જેથી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા જ આપની એન્ટ્રી પર પ્રજા રોક લગાવી શકે અને એનો પ્રારંભ પણ સુરતથી જ થઈ ગયો છે.

સુરતથી શરૂ થયેલો આપનો પાટલી બદલુઓનો સિલસિલો હવે સતત આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં આપના મોટા નેતા વિજય સુવાળાને પણ મોહભંગ તો થયો પણ એમણે ભાજપનો ખેસ પહેરી લીધો છે. હવે ભાજપ ચૂંટણી સુધી આપને બદનામ કરી દે તો નવાઈ નહીં.

વિપક્ષ નિષ્ફળ હોવાનો માહોલ બનાવવાની ભાજપની ઉંધી સ્ટ્રેટેજી

ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભા થઈ રહેલી આમ આદમી પાર્ટી પણ ભાજપની રાજનીતિમાં ફસાઈ ગઈ છે. આ જોતા તો આગામી દિવસોમાં આપની હાલત પણ કોંગ્રેસ જેવી કરવાની ભાજપની ગૂઢ રાજકીય ગણતરી સફળ થઈ રહી છે. ભાજપ નવી નવી સ્ટ્રેટેજીસ અજમાવીને સત્તા પર ટકી રહી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ભાજપ અત્યારે પ્રજામાં પગ પેસારો કરી રહેલા આપને પતાવવા માટે ‘પ્રજાદ્રોહ’ નામના નવા રાજકીય હથિયારનો ઉપયોગ કરી રહ્યો છે. જેમાં જે તે રાજકીય પક્ષના મોટા માથાંઓને યેનકેન પ્રકારે ભાજપનો ખેસ પહેરાવી દેવાનો અને આવાં નેતાઓને જાહેરમાં જૂની પાર્ટીના ભાંડા ફોડવામાં ઉપયોગ કરવામાં આવે છે, એટલું જ નહીં, ગુજરાતમાં હાલ તમામ વિપક્ષ નિષ્ફળ હોવાથી તેમના જ નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે, તેવો ભ્રમિત માહોલ ભાજપ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે.

You Might Also Like

મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ

હવે ધોમધખતો ઉનાળો શરૂ : તા.4,5 માર્ચે યલો એલર્ટ, ક્રમશ: તાપમાન વધશે

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહના કુદરતી અને 64ના અકુદરતી મોત

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રજનીકાંતની દીકરી ઐશ્ર્વર્યા અને એક્ટર ધનુષના 18 વર્ષના લગ્નજીવનનો અંત
Next Article અમિતાભ બ્રેક બાદ શૂટિંગ ઉપર પાછા ફર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાત

હવે ધોમધખતો ઉનાળો શરૂ : તા.4,5 માર્ચે યલો એલર્ટ, ક્રમશ: તાપમાન વધશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમદાવાદ

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહના કુદરતી અને 64ના અકુદરતી મોત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?