પોરબંદરના એડવોકેટ પંકજ પરમારે જિલ્લા કલેકટરને કરી લેખિત રજૂઆત
કર્મી આંતર જ્ઞાતિ સહાય જેવી યોજનાની રકમ મંજુર કરવાના રૂ.30,000 લેતા હોવાનો ઘટસ્ફોટ, એડવોકેટે છઝઈં હેઠળ માહિતી માંગતા વિગતો આપવામાં સમાજ કલ્યાણ વિભાગની લાલિયાવાડી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.22
પોરબંદરના એડવોકેટ પંકજ પરમારે જીલ્લા કલેકટર કે.ડી.લાખાણીને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે જીલ્લા સેવા સદન – 2 ખાતે રહેલ સમાજ કલ્યાણ વિભાગ નિયામકની કચેરી (અનું.જાતિ) માં વર્ષ 2023માં આંતર જ્ઞાતિય લગ્નની સહાય યોજનામાં કેટલા અરજદારોને સહાય આપવામાં આવી છે જેની છઝઈં ના કાયદા હેઠળ માહિતી માંગતા સમાજ કલ્યાણ વિભાગે માહિતી આપવામાં લાલિયાવાળી કરતાં હોવાનું જણાવ્યું છે. એડવોકેટે વિશેષમાં જણાવ્યું છે કે સમાજ કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા અજય નામના કર્મચારી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે જેની તપાસ થાય તો મોટો આંકડા સાથે નેનરંગા કૌભાંડ જેવું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. સમાજ કલ્યાણ વિભાગના અજય નામના કર્મચારી દ્વારા આંતર જ્ઞાતિ સહાય જેવી યોજનાની રકમ મંજુર કરવાના રૂૂ.30,000 લાંચ લેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. એડવોકેટે કરેલી રજૂઆતને ધ્યાને લઈ જીલ્લા કલેકટર કે.ડી.લાખાણી દ્વારા તપાસના આદેશ આપવામાં આવે તો અનેક સરકારી બાબુઓના તપેલા ચડે તેવી સ્થિતિ સર્જાશે.



