કામદારોના બદલે ઓફિસ વર્કનું કામ કરતા કર્મચારીઓનું મેડિકલ થયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં પથ્થર અને સિલિકોટ ઉદ્યોગ સાથે જોડાયેલ કામદારોમાં સીલિકોસિસ નામક બીમારીનું પ્રમાણ જોવા મળે છે જેના લીધે દર્દીઓ લાંબા સમય સુધી આ પ્રકારનું કામ કરતા તેઓને શરીરના અંતરિયાળ ભાગમાં બીમારી વિકસતી જાય છે અને અંતે દર્દીઓ સામાન્ય માનવ જીવન કરતા ઓછું જીવન જીવી શકે છે તેવામાં આ પ્રકારના કામ સાથે જોડાયેલ તમામ કામદારોનું મેડિકલ ચેકઅપ કરવા માટે થાનગઢ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં પણ છબરડો કરાયો હોવાનો આક્ષેપ કામદારો દ્વારા કરવામાં આવ્યો હતી જેમાં થાનગઢમાં આ ઉદ્યોગ સાથે જોડાયેલ તમામ કામદારો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવતા જણાવ્યું હતું કે “સિલીકોસીસ દર્દીઓ માટે જે મેડિકલ કેમ્પનું આયોજન જરાય છે તેમાં ઓફિસ બોય, કોમ્પ્યુટર ઓપરેટર અથવા ઓફિસ વરકનું કામ કરતા કર્મચારીઓનો ટેસ્ટ કરી મામલો આટોપી લેવાય છે ખરેખર તો જે કામદાર સિલિકોન ના ધંધા સાથે સંકાયેલ હોય તેઓનું મેડિકલ કરવું જોઈએ જે થતું નથી અને અંતે આ પ્રકારના દર્દીઓની સંખ્યા નહિવત હોવાનું દર્શાવી દેવાય છે.
- Advertisement -
આ પ્રકારના છબરડા કરવાથી સિલિકોન ધંધાના વેપારીઓ દ્વારા પોતાનો અંગત સ્વાર્થ પર પડી દર્દીઓની સંખ્યામાં ઘટાડો દર્શાવી દેવાય છે જે બાબત ખુબજ ગંભીર ગણાવીને આવેદન પત્ર આપતા થાનગઢ મામલતદારને ઉગ્ર રજૂઆત કરાઈ છે.