અયોધ્યાની પવિત્ર ભૂમિમાં આવેલ એક અનોખી બેંક ખૂબ જ પ્રખ્યાત છે, અહીં પૈસા જમા નથી થતા એમ છતાં બેંકની મૂડી સતત વધી રહી છે. આ બેંકમાં લોકો રામના નામથી લખેલી નકલો જમા કરે છે.
આયોધ્યાનું નામ આવે એટલે સૌથી પહેલા હાલ નિર્માણ થતાં રામલલા મંદિરમાં ભગવાન રામના દર્શન કરવાનો વિચાર આવે. 700 એકરમાં બનેલું ભવ્ય રામ મંદિર આ દિવસોમાં ચર્ચામાં છે. અયોધ્યાનું આ મંદિર 500 વર્ષના યુદ્ધની જીત, ધાર્મિક આસ્થા, પૌરાણિક માન્યતા, આસ્થા અને ભગવાન રામની જન્મભૂમિ સાથે જોડાયેલું છે.
- Advertisement -
પણ શું તમને ખબર છે કે રામ નગરીમાં એક અનોખી આંતરરાષ્ટ્રીય બેંક આવેલી છે જ્યાં રૂપિયાની લેવડદેવડ નહીં પણ રામના નામનું ખાતું જાળવવામાં આવે છે.
રામ નગરીમાં એક અનોખી આંતરરાષ્ટ્રીય બેંક આવેલી છે
એટલું જ નહીં, તમે સીતારામના નામે આ બેંકમાં ખાતું પણ ખોલાવી શકો છો. આજે અમે તમને ધાર્મિક શહેર અયોધ્યામાં સ્થિત આંતરરાષ્ટ્રીય રામનામ બેંક વિશે જણાવીએ જ્યાં સીતારામ નામનો જાપ જમા થાય છે. તેમજ બેંકની જેમ ખાતુ ખોલાવવાની સાથે પાસબુક પણ આપવામાં આવે છે. આ બેંકની સૌથી ખાસ વાત એ છે કે અહીં સીતારામના નામનો જાપ વિવિધ ભાષાઓમાં પણ જમા થાય છે. સાથે જ ભક્તો આ બેંકમાં ભગવાન રામનું નામ લખીને ચોખા, ચણા અને રાઈ પણ જમા કરાવે છે.
- Advertisement -
અનોખી બેંક જ્યાં પૈસા નહીં પરંતુ રામ નામની નકલો જમા થાય છે
અયોધ્યાની પવિત્ર ભૂમિમાં આ અનોખી બેંક જે ખૂબ જ પ્રખ્યાત છે, જ્યાં પૈસા જમા નથી થતા. પરંતુ બેંકની મૂડી સતત વધી રહી છે. અહીં રામના નામથી લખેલી નકલો જ જમા છે. જેને સીતારામના ભક્તો આદરપૂર્વક લખે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે 84 લાખ રામનામ લખવાથી મનુષ્યને 84 લાખ જન્મોમાંથી મુક્તિ મળે છે. તેથી ભક્તો 84 લાખ રામનામો લખીને મોક્ષ મેળવવાનો પ્રયાસ કરે છે. આ બેંકનું નામ પણ ખૂબ જ આકર્ષક છે, સીતારામ બેંક.
જાણીને નવાઈ લાગશે કે આ બેંક માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ શાખાઓ છે. સીતારામ બેંકની કુલ 124 શાખાઓ છે. આ બેંકમાં ભાષાનું કોઈ નિયંત્રણ નથી, રામનામીની નકલો કોઈપણ ભાષામાં લખી તેમાં જમા કરાવી શકાય છે.
સીતારામ બેંકની સ્થાપના વર્ષ 1970માં કરવામાં આવી હતી
શ્રી સીતારામ નામની આંતરરાષ્ટ્રીય બેંકની સ્થાપના વર્ષ 1970માં અયોધ્યામાં કરવામાં આવી હતી. રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસે આ બેંકની સ્થાપના કરી હતી. સીતારામ બેંકના ચેરમેન પુનીતરામદાસ છે. એમનું કહેવું છે કે પહેલા અહીંથી નકલો આપવામાં આવે છે અને પછી લોકો સીતારામનું નામ લખીને જમા કરાવે છે. અહીં લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે અને અમે આ બેંકનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છીએ.
પાંચ લાખ વખત નામ લખવા પર કાયમી સભ્યપદ
નામ લખવાની નકલ સીતારામ બેંક દ્વારા આપવામાં આવે છે, તે 64 પાનાની છે. અને તેમાં સીતારામ લખવા માટે 21 હજાર ત્રણસો કોલમ છે. એટલે કે જો કોઈએ નકલ લખી હોય તો તેણે સીતારામનું નામ 21 હજાર ત્રણસો વખત લખ્યું છે. ઓછામાં ઓછા પાંચ લાખ વખત નોંધણી કરાવનારને જ બેંકના સભ્ય બનાવવામાં આવે છે. તેનાથી ઓછું લખનારને હંગામી એટલે કે અસ્થાયી સભ્ય ગણવામાં આવે છે.