જંગલ કટિંગ કરવાની કામગીરી માત્ર કાગળો પર થતી હોવાની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ પર ભાગ્યે જ સમારકામ અને બાવળો હટાવવાની ખોરી થતી હશે મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ પર ઉચ્ચ અધિકારીઓની આવક જાવક નહીં હોવાથી અહીં રોડ પર ક્યારેય કોઈ કામગીરી થતી નથી જેના લીધે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ બિસ્માર હોવાનું નજરે પડે છે આ સાથે ચોમાસા બાદ હવે વિકસેલા બાવળની ઝાડીઓથી પણ ગ્રામ્ય વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના અંતરિયાળ ગામડા જેમકે દુદાપુર, રાજગઢ, હીરાપુર, સોખડા, ધ્રુમઠ, માનપુર, મેથાણ, સરવાળ સહિતના ગામોના અંદર સિંગલ પટ્ટી રોડ પર બાવળોની સામ્રાજ્ય જામ્યું છે. વરસાદના લીધે આ બાવળોની ઝાડીઓ રોડ પર આવી ગઈ છે અને રાત્રીના સમયે ગ્રામ્ય વિસ્તારના રહીશોને રોડ પરથી નીકળવું ભારે ભયજનક હોવાનું સામે આવે છે. તેવામાં દિવસે પણ આ સિંગલ પટ્ટી રોડ પર સામેથી આવતા વાહનને લીધે અડધ રોડ પર ફેલાયેલા બાવળના લીધે ખૂબ જ મુશ્કેલી ઉભી થાય છે ત્યારે આ સ્થિતિ જોતા દર વર્ષે જંગલ કટીંગના નામે પાસ થયા બિલો માત્ર કાગળો પર જ બનાવીને રૂપિયા લેતા હોવાનું સ્પષ્ટ નજરે પડે છે.



