– અમો રાજા હતા, રાજા થશું તેવા ભાવ મુસ્લીમ સમાજે છોડવા પડશે: સંઘ વડા
-1000 વર્ષથી હિન્દુ સમુદાય બહારના આક્રમણ-પ્રભાવ અને ષડયંત્રથી પિડાતો રહ્યો છે હવે જાગૃત બન્યો છે અને આક્રમકતા ખોટી પણ નથી: સ્પષ્ટ વિધાન
- Advertisement -
ભારત અને વિશ્વમાં હિન્દુઓમાં એક નવી આક્રમકતા જોવા મળી રહી છે તેનું કારણ છેલ્લા 1000 વર્ષથી હિન્દુ સમુદાય સતત આક્રમણ અને યુદ્ધનો સામનો કરી રહ્યા છે અને આખરે સંઘ (આરએસએસ)ના ટેકાથી તે જાગી ગયો છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરને આપેલી મુલાકાતમાં આ વિધાનો કરતા જણાવ્યું કે, તમો જુઓ છે હિન્દુ સમાજ કહ્યું કે વિદેશી આક્રમણખોરો વિદેશી પ્રભાવો, વિદેશી ષડયંત્રો આ તમામનાં ભોગ હિન્દુ સમુદાય બની રહ્યો છે.
પણ સંઘે તેમને વળતી લડત માટેનું કારણ અને ટેકો આપ્યો છે અને તેના કારણે હિન્દુ સમુદાય આજે જાગી ઉઠયો છે અને તે સ્વાભાવિક છે કે આ પ્રકારની સ્થિતિમાં આક્રમકતા આપે છે. આજે હિન્દુ સમાજ એક વધુ યુદ્ધના મધ્યમાં છે અને તે કાંઈ બહારના નહી આંતરિક દુશ્મનો છે જેમાં હિન્દુઓને પરાજીત કરવા માંગે છે. હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ તેમનું નિશાન છે.
વિદેશી આક્રમણકારો હવે નવી પણ વિદેશી પ્રભાવ અને વિદેશી ષડયંત્ર હજું યથાવત જ છે અને તે સ્થિતિમાં લોકો ઉશ્કેરાય જાય તે ઈચ્છનીય નહી હોવા છતાં પણ બની જાય છે. આરએસએસ વડાએ મુસ્લીમોને સીધી સલાહ આપતા કહ્યું કે ભારતમાં જે મુસ્લીમ છે તેઓએ કોઈએ ડરવાની જરૂર નથી. તેઓને કોઈ નુકશાન થવાનું નથી. જેઓ ભારતમાં રહેવા માંગે છે અને તેના પૂર્વજો પાસે પરત આવવા માંગે છે. તેઓ જો તેમનું મન હોય તો આવે. ભારતમાં ઈસ્લામને કોઈ ખતરો નથી પણ અમો મોટા છીએ અમો એક સમયે રાજા હતા અને ફરીથી રાજા બનશું તે મનોવૃતિ છોડવી પડશે અને દરેક સમુદાયે તે છોડવી પડશે પછી ભલે તે હિન્દુ હોય, ડાબેરી હોય તેઓએ પણ છોડવો પડશે.
- Advertisement -
મુસ્લીમો છે પોતે સર્વોચ્ચ છે તેવા વિધાનો છોડવા પડશે. અમો મોટા છીએ તે છોડવું પડશે. શ્રી ભાગવતે પ્રથમ વખત સજાતીય સંબંધો અંગે બોલતા કહ્યું કે આ સમુદાયના વ્યક્તિગત ગુપ્તતાનું આપણે સન્માન કરવું પડશે અને સંઘ આ વિચારને પ્રોત્સાહીત કરશે. આ પ્રકારના ઝુકાવ ધરાવનાર લોકો અગાઉ પણ હતા. જયારથી માનવનું અસ્તિત્વ છે.
આ એક ડીએનએ છે. જીવનની એક રીત છે. આપણે લેસ્બીયન- ગે- બાયસેકયુઅલ અને ટ્રાન્સજેડરનું સન્માન કરવું પડશે. તેઓએ કહ્યું કે ટ્રાન્સજેન્ડર (વ્યંઢળ) કોઈ સમસ્યા નથી. તેઓના પોતાના દેવી-દેવતા છે અને હવે તેના પણ મહામંડલેશ્વર છે.