વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, આયાત 16.63% વધીને 76.06 અબજ ડોલરે પહોંચી
અમેરિકાના ટેરિફ વચ્ચે, ઓક્ટોબરમાં ભારતની વિવિધ ચીજવસ્તુઓની નિકાસ એક વર્ષ પહેલાની સરખામણીમાં 11.8% ઘટીને 34.38 અબજ ડોલર થઈ. સોમવારે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, આયાત 16.63% વધીને 76.06 અબજ ડોલર થઈ છે, અને તેના કારણે વેપાર ખાધ 41.68 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી છે.
- Advertisement -
આયાતના આંકડા વધારવામાં સોના અને ચાંદીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઓક્ટોબરમાં સોનાની આયાત લગભગ 200% વધીને 14.72 અબજ ડોલર થઈ છે. 2.71 અબજ ડોલરની ચાંદીની આયાત કરવામાં આવી હતી, જે એક વર્ષ પહેલા કરતા 528.71% વધુ છે.
ઓક્ટોબરમાં અમેરિકામાં નિકાસ ઘટીને 6.31 બિલિયન થઈ ગઈ જે એક વર્ષ પહેલા 6.9 બિલિયન પર આવી ગઈ.આ 8.585 અબજ ડોલરનો ઘટાડો દર્શાવે છે, જોકે તે સપ્ટેમ્બરના 5.47 અબજ ડોલર કરતા વધારે છે.
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ગયા વર્ષે એપ્રિલ અને ઓક્ટોબર વચ્ચે 47.32 અબજ ડોલરની નિકાસની સરખામણીમાં આ વર્ષે 52.12 અબજ ડોલરની નિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, “એકંદરે સકારાત્મક વલણ છે. માસિક ધોરણે પણ વધારો જોવા મળી રહ્યો છે.”
- Advertisement -
FIEO ના પ્રમુખ એસ.સી. રાલ્હને જણાવ્યું હતું કે, “નિકાસ પરનું દબાણ વૈશ્વિક આર્થિક મંદીનું પ્રતિબિંબ પાડે છે. ઘણા મુખ્ય બજારોમાં નબળી માંગ અને વારંવાર ભાવમાં વધઘટ પ્રવર્તે છે. નિકાસ સહાયક પગલાં વધારવા જોઈએ, અને વિવિધ યોજનાઓ હેઠળના લાભો નિકાસકારોને ઝડપથી જાહેર કરવા જોઈએ.”
પ્લેટિનમ જ્વેલરીની આયાત પર પ્રતિબંધ
સરકારે સોમવારે આગામી વર્ષના એપ્રિલ સુધી ચોક્કસ પ્રકારના પ્લેટિનમ જ્વેલરીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, જેનો હેતુ મુક્ત વેપાર કરાર (FTA) ના દુરુપયોગને રોકવાનો છે.
જાન્યુઆરી સુધીમાં નવું ITR ફોર્મઃ CBDT
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ના વડા રવિ અગ્રવાલે સોમવારે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં નવા અને સરળ આવકવેરા કાયદા, 2025 હેઠળ ITR ફોર્મ અને નિયમો જારી કરશે. આ નવો કાયદો 1 એપ્રિલથી અમલમાં આવશે. આ નવો કાયદો 60 વર્ષ જૂના આવકવેરા કાયદા, 1961 ને બદલશે.
અગ્રવાલે એમ પણ કહ્યું કે કર વિભાગ કેટલાક કિસ્સાઓમાં ખોટી કપાતના દાવાઓની તપાસ કરી રહ્યું છે. આ કારણે, રિફંડ જારી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જેમનું રિફંડ સાચું છે તેમને ડિસેમ્બર સુધીમાં પૈસા મળવાની અપેક્ષા છે. અગ્રવાલે દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF) માં જણાવ્યું હતું કે વિભાગ કેટલાક દાવાઓની તપાસ કરી રહ્યું છે.




