નાસાના રોવરને મળ્યા છે સંકેત કરતા ખડકો, પરીક્ષણ માટે ધરતી પર લવાશે અમેરિકાની જગવિખ્યાત સ્પેસ એજન્સી નાસાએ દાવો કર્યો હતો કે મંગળ ઉપર ગયેલા તેના રોવર મશીન દ્વારા એકત્ર કરવામાં આવેલાં કેટલાંક ખડકોના ટુકડાઓ સ્પષ્ટ એવો સંકેત કરે છે કે મંગળ ઉપર પરગ્રહવાસી (એલિયન)ઓનું જીવન હોઇ શકે છે.
અલબત્ત નાસાના વૈજ્ઞાનિકો ખાતરીપૂર્વક એમ તો કહી શકતા નથી કે હજારો કે લાખો વર્ષ પહેલાં મંગળ ઉપર પાણી હતું, પરંતુ તેઓ હવે વધુ ને વધુ ખાતરીબદ્ધ થઇ રહ્યા છે કે મંગળ ઉપર માઇક્રોસ્કોપિક (અતિ સૂક્ષ્મ) જીવન તો અસ્તિત્વ ધરાવે જ છે.
મંગળ ગ્રહ ઉપર જીવન છે કે નહીં, પાણી છે કે નહીં તે અંગેની તમામ શક્યતાઓ ચકાસવા નાસાએ તેનું રોવર મશીન મોકલ્યું છે જે હાલ મંગળની જમીન ઉપરથી જુદા જુદા નમૂના એકત્ર કરીને તેના ફોટા નાસાને મોકલાવી રહ્યું છે. પાણી અને જીવન શોધી કાઢવાના પોતાના મિશન માટે નાસાએ મંગળ ઉપર આવેલા જેઝેરો ક્રેટર (સૂકાયેલા તળાવનો વિશાળ ખાડો)ને પસંદ કર્યું હતું, કેમ કે તે પ્રાચિન નદી કે તળાવ હોવાનો પણ સંકેત કરે છે. નાસા આ તળાવના ભૂગર્ભમાં નાસા આ તળાવના ભૂગર્ભમાં ઉંડે ત્યાં સુધી ખોદકામ કરવા માંગે છે જ્યાંથી લાખો વર્ષ પહેલાં આ નદી કે તળાવ વહેતું હતું, જેથી કરીને એવી શોધ કરી શકાય કે આ સ્થળે જીવન હોવાના કોઇ અવશેષો રહેલાં છે કે નહીં.
- Advertisement -
અલબત્ત નાસાના વૈજ્ઞાનિકો એ વાતે ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચી ગયા છે કે આ ખાડા વાળી જગ્યાએ એક સમયે પાણીનો મોટો જથ્થો હતો, પરંતુ કેટલા વર્ષો પહેલાં ત્યાં પાણી હતું તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. નાસાએ અગાઉ સ્પષ્ટ એવું કહ્યું હદતું કે જેઝેરો લેક એક ટૂંકી સફળતા હોવાની શક્યતાને નકારી શકાય નહીં. આ વૈજ્ઞાનિકોએ આ લેક વિશાળ તળાવ પૂરના પાણીથી ભરેલું હતું . જો કે નાસાના વૈજ્ઞાનિકોનુ એમ પણ કહેવું છે કે રોવર દ્વારા એકત્ર કરાયેલા ખડકોના ટુકડા સ્પષ્ટ સંકેત કરે છે કે ઘણા વર્ષો પહેલાં મંગળ ઉપર ભૂગર્ભ જળનો જથ્થો મોજૂદ હતો. રોવર દ્વારા એકત્ર કરાયેલા ખડકોના ટુકડા પૃથ્વી ઉપર આવેલી લેબોરેટરીઓના એનાલિસિસ માટે ઘણું મૂલ્ય ધરાવે છે.
રોવર દ્વારા એકત્ર કરાયેલા ખડકોના ટુકડા સ્પષ્ટ સંકેત કરે છે કે ઘણા વર્ષો પહેલાં મંગળ ઉપર ભૂગર્ભ જળનો જથ્થો મોજૂદ હતો.