મોરબીના નવા સાદુળકા પાસે આવેલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા કચેરીના સ્ટોર રૂમમાંથી તસ્કરો સબમર્શિબલ પંપ, ઈલેક્ટ્રિક મોટર અને કેબલનો રૂ. 23.24 લાખનો મુદ્દામાલ માલ ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા સાદુરકા ગામની સીમમાં આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમિટેડના કેમ્પસમાં આવેલ સ્ટોર રૂમમાંથી અજાણ્યા તસ્કરો બારીની ગ્રીલ તોડી પ્રવેશ કરીને સબમર્શીબલ પંપ મોટર સેટ-7 તથા મોટર નંગ-11 તથા કુલ જુદી જુદી સાઇઝના 10,133 મીટરના કેબલ મળી કુલ રૂ. 23,24,344 ના માલ સામનની ચોરી કરી ગયા હતા. ચોરીની આ ઘટના અંગે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના નાયબ કાર્યપાલક ઈજનેર મયુરભાઇ રમેશભાઇ ચોડવડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે.
મોરબી પાણી પુરવઠા બોર્ડની કચેરીના સ્ટોરરૂમ 23.24 લાખના મુદ્દામાલની ચોરી
Follow US
Find US on Social Medias