1.51 લાખની ચોરીના બે આરોપી ઝડપાયા
જૂનાગઢ ઉપરકોટ કિલ્લાનું કરોડોના ખર્ચે નવિનીકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે હજુ ઉપરકોટનું લોકાર્પણ નથી થયુ તેવા સમયે અનેક લોકો ઉપરકોટ કિલ્લામાં હરતા ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઉપરકોટ કિલ્લામાંથી એન્ટીક ચિજવસ્તુની ચોરીની ઘટના સામે આવી છે જેમાં બે બાઇક સવાર આવીને કિલ્લામાં રાખવામાં આવેલ તોપના કેનલ વ્હીલની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જયારે આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે બે ઇસમોને ઝડપી પાડયા હતા જેમાં રિનોવેશન કરનાર એજન્સીના કર્મચારીએ જ ચોરી કરી હતી. એન્ટીક ચીજ વસ્તુમાં કેનોન સ્ટેન્ડ વ્હીલ નંગ-3, કિંમત 1 લાખ, કાસ્ટ આયરન એન્ટીક નંગ 5 કિંમત 50 હજાર, એમએસ વ્હીલપુલ કિંમત 1 હજાર મળી કુલ 1.51 લાખની ચીજવસ્તુની ચોરી થયાની ફરિયાદ એજન્સીના મેનેજર આકાશભાઇ શાહે એ-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે ઇસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.