ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જીલ્લા તસ્કરો મંદિરને પણ છોડતા નથી મંદિરમાં રાખવામાં આવેલ આખે આખી દાનપેટી ઉઠાવી ગયાની ઘટના સામે આવી છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામે આવેલા પ્રખ્યાત મંદિરમાં મોડી રાત્રે દાનપેટીની ચોરી થઇ હતી દાનપેટી ચોરી કરનાર શખ્સ મંદિરમાં રાખવામાં આવેલ સીસીટીવી કેમેરા માં કેદ થયો હતો મંદિરમાં મોડી રાત્રે 2 વાગે ઘુસ્યો હતો અને આખે આખી દાનપેટી ઉઠાવી જતા સમગ્ર ઘટના સીસીટીવી કેમરા કેદ થતા પોલીસે સીસીટીવી ના આધારે ચોરી કરનાર અજાણ્યા શખ્સને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.