વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરી સરકારી શાળાના બાળકોને લક્ઝુરિયસ કારમાં ફરવાના આનંદની અનુભૂતિ કરાવી પ્રેમથી ભાવતા ભોજનીયા કરાવ્યા
મોરબીમાં દરેક તહેવારોની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરીમાંસભર ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે ખાસ કરીને સામાન્ય પરિવારના બાળકોના મોંઘી કારમાં બેસીને શહેરભરમાં ફરીને આનંદની અનુભૂતિ કરવાના સ્વપ્નને સાકાર કર્યું હતું. મોરબીના ઉધોગકારોના સાથ સહકારથી બાળકોને વૈભવી કારમાં બેસાડી શહેરભરમાં જોય રાઈડની રોમાંચક સફર કરાવી હતી. બાદમાં બાળકોને વૈભવી હોટલમાં ભાવતા ભોજનીયા કરાવીને બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાના ભારતીય સંસ્કૃતિનું મૂળ ભાવાર્થને ખરાઅર્થમાં ચરિતાર્થ કર્યો હતો. આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી તથા કેતન વિલપરા (પૂર્વ પ્રમુખ-મોરબી નગરપાલિકા ) તથા રોહનભાઈ રાંકજા (યુવા ઉદ્યોગપતિ) તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ મહિલા વિંગના કાજલબેન ચંડીભમર, મયુરીબેન કોટેચા, અલકાબેન દવે, ભાનુબેન નગવાડીયા (પૂર્વ કાઉન્સિલર મોરબી નગરપાલિકા) સહિતના અગ્રણીઓ આ જોય રાઈડ્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉધોગકારો પોતાની 50 જેટલી વૈભવી કાર સાથે જોડાયા હતા.