છ વર્ષ પૂર્ણ થવામાં થોડા દિવસ બાકી રહી જતા હોય તેવા બાળકોને પણ પ્રિ-પ્રાયમરી શિક્ષણમાં રીપિટ થવું પડે તેવા સંજોગો
ખાસ-ખબર સંવાદદાતા
રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત વર્ષ 2023-24થી છ વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ ધો.1માં પ્રવેશ આપવામાં આવનાર છે. આ નવા નિયમથી રાજયના ત્રણ લાખ છાત્રોનું વર્ષ બગડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામેલ છે.
રાજયમાં નવા શૈક્ષિણક સત્રથી ધો.1માં પ્રવેશ મેળવવા માટેની વયમર્યાદા વધારીને 6 વર્ષ કરી દેવાઇ છે. રાઇટ ટુ એજયુકેશન એકટના નિયમ અંતર્ગત 2023-24થી ફરજિયાતપણે છ વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ અપાશે. સરકારના આ નિર્ણયના કારણે અંદાજિત ત્રણ લાખ વિદ્યાર્થીઓને પ્રી-પ્રાયમરી રીપીટ કરવું પડી શકે છે. 1 જુન 2023 સુધીમાં જે વિદ્યાર્થીઓને છ વર્ષ પૂર્ણ થવામાં થોડાક મહિના કે દિવસો ખૂટતા હોય તેમને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવે તેની રજુઆત વાલીઓના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ છે.
રાજયના શિક્ષણ સચિવ વિનોદ રાવે આ અંગે જણાવ્યું ધો. 1માં છ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા જ વિદ્યાર્થીને પ્રવેશ આપવાના માપદંડના કારણે અંદાજિત ત્રણ લાખ વિદ્યાર્થીઓની પ્રિ-પ્રાયમરીનું શિક્ષણ રીપીટ કરવું પડી શકે ેછ. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રિ-પ્રાયમરીમાં એડમીશનની પ્રક્રિયા અગાઉ રાજય સરકાર નિયંત્રીત નહોતી એટલે જ નર્સરી, જુનીયર અને ક્ધિડરગાર્ટનમાં પ્રવેશ મેળવવા માટે વયમર્યાદાનો કોઇ માપદંડ નહોતો. પરિણામે એવા અસંખ્ય કિસ્સા છે જેમાં અઢી વર્ષના બાળકને નર્સરી સ્કુલમાં પ્રવેશ આપી દેવાયો હોય. જોકે આખરે હવે વયમર્યાદા પર નિયંત્રણ મુકવામાં
આવ્યું છે.