બાબા વેંગા તથા નોસ્ટ્રાડોમસે નવા વર્ષ માટે ભાખેલા ભવિષ્યમાં ઘણી સમાનતા
યુરોપમાં વિનાશક યુધ્ધ મોટી માનવખુવારી નોતરશે: યુરોપની નાશ થવા જેવી હાલત થશે; દુનિયાને લાંબાગાળાની આર્થિક-સામાજીક નુકશાની વેઠવી પડશે: રશિયાનો સિતારો ચમકશે: બાબા વેંગા
- Advertisement -
કુદરતે માનવજાતના ભવિષ્યમાં શું આલેખ્યું છે તે ભલે કોઇ કહી શકતું ન હોય છતાં તે જાણવાની માણસની તાલાવેલી જાણીતી વાત છે. જયોતિષને વિજ્ઞાન ગણવામાં આવે જ છે અને એક વર્ગ તેના પર વિશ્વાસ રાખે જ છે સાથોસાથ અંધશ્રધ્ધાનું વળગણ પણ હોય જ છે. ભવિષ્ય કથનમાં નહીં માનનારો વર્ગ પણ તે વિશેની માહિતી પર નજર કરી લેતો હોય છે.
વિશ્વના વિખ્યાત ભવિષ્યવેતા તરીકે નોસ્ટ્રાડોમસ તથા બાબા ધંગાના નામ જાણીતા છે. તેઓએ વર્ષ 2025 માટે કરેલી આગામીમાં ઘણી સભ્યતા છે અને લોકોના રૂવાડા ઉભા કરી દેનારી છે 2025નું વર્ષ વિનાશક અને માનવજાતના ખાત્માના પ્રારંભ સમુ બની રહેવાનું તેમનું કથન છે. બલ્ગેરિયામાં અંધ દેવદેતૂ તરીકે ગણાતા બાબા વેંગાનું 1996માં અવસાન થયું હતું પરંતુ તે પૂર્વે તેઓએ કરેલી અનેક આગાહી સાચી પડી હતી અને તે સાચી પડી રહી છે. ભવિષ્ય માટે પણ તેએ ભાવિ ભાખ્યું હતું. 2025 માટેની બાબા વેંગા આગાહી ઘણી ચોંકાવનારી અને ભયભીત કરનારી છે. વર્ષ 2025થી ‘અંતની શરૂઆત’ થવાની તેમની આગાહી છે.
યુરોપમાં વિનાશક યુધ્ધ થવાનું અને તેના પરિણામે વ્યાપક-ભયાનક વિનાશ થવાની સાથોસાથ મોટી માનવખુવારી થવાનું તેમણે કહ્યું હતું. યુરોપના યુધ્ધની ભવિષ્યવામીમાં બાબા વેંગાએ એમ લખ્યું છે કે આ યુધ્ધ સમગ્ર ઉપખંડનો વિનાશ સર્જનારુ હશે અને યુરોપને ખત્મ કરી નાખશે, આર્થિક અને સામાજીક ક્ષેત્રે ભયંકર નુકશાન થશે અને ઘણી લાંબાગાળાની તેની અસર રહેશે.રશિયાના પ્રમુખ પુતિનના વિજયની પણ તેઓએ ભવિષ્યવાણી કરેલી છે. બધુ બરફના ટુકડાની જેમ ભાંગી જશે. એક માત્ર પુતિન-રશિયાનો દબદબો મહિમા જળવાશે. બ્રિટીશ મીડીયા ‘ધ સન’માં પ્રકાશિત રીપોર્ટ પ્રમાણે ‘રશિયા વિશ્વગુરૂ’ બનવાનું આગાહીમાં કહેવાયું છે.
- Advertisement -
1996માં અવસાન પૂર્વે તેઓ લાંબાગાળાની ભવિષ્યવાણી કરી હતી અને પ્રિન્સેસ ડાયેનાના મોત, 9/10ના ત્રાસવાદી હુમલા સહિતની બાબતો સચોટ પુરવાર થઇ હતી. તેઓએ 11 ઓગસ્ટ 1996ના રોજ 85 વર્ષની ઉંમરે પોતાના જ મોતની પણ ભવિષ્યવાણી અગાઉથી કરી દીધી હતી તે સાચી પડી હતી.
નોસ્ટ્રાડોમસએ શું લખેલુ છે?
દુશ્મન કરતા પણ ખરાબ ‘પ્લેગ’ ત્રાટકશે: યુરોપમાં યુદ્ધનો વિનાશ: બ્રિટીશ રાજાનો કાર્યકાળ ટુંકો હશે
16મી સદીના ફ્રેન્ચ ભવિષ્યવેતા નોસ્ટ્રાડોમસની વર્ષ 2025 માટેની આગાહી પણ ભયંકર છે. તેઓની ભવિષ્યવાણી પ્રમાણે રશિયા-યુક્રેન યુદ્ધનો સ્ત્રોતના આધારે સમજુતીપૂર્વક ઉકેલ આવી જશે. જો કે, યુરોપમાં વિનાશક યુદ્ધનુ કહ્યુ છે અને તે પ્રવર્તમાન યુદ્ધ સંલગ્ન જ હોવાનો ઈશારો કરેલો છે. સદીએ જુના ભવિષ્યના લખાણમાં પ્લેગ મહામારીની પણ વાત છે જે દુશ્મન કરતા પણ વધુ ખરાબ રહેવાનો સંકેત છે. આ ઉપરાંત તેઓએ બ્રિટનના રાજા કિંગ્ઝ ચાલ્સનો કાર્યક્રમ ટુંકો રહેવાનુ કહેલુ છે તેમને આરોગ્ય પડકાર નડવાની વાત છે અને તેમનું સ્થાન અણધારી વ્યક્તિને હવાલે થશે.
ભવિષ્યવાણીમાં એવુ લખેલુ છે કે રાજાને હટવુ પડશે અને જેઓમાં રાજા બનવાના કોઈ ચિહન નહીં હોય તેને પદ મળશે. નિષ્ણાંતો એમ માને છે કે પ્રિન્સ હીરીની એન્ટ્રી થઈ શકે. નોસ્ટ્રાડોમસના લખાણના ભાવાર્થ વખતોવખત ચર્ચાનો વિષય બનતો હોય છે છતાં એક વાત સૂચક છે કે કિંગ ચાર્લ્સને કેન્સર છે. જો કે, રાજવી પરિવાર દ્વારા તેની કોઈ વિગતો જાહેર કે પૃષ્ટિ કરવામાં આવી નથી. બાબા વેંગા તથા નોસ્ટ્રાડોમસની નવા વર્ષની આગાહીમાં ઘણી સમાનતા માલુમ પડી છે. ભૌગોલિક યુદ્ધ, પુતિન પર જાન લેવા હુમલો, કિંગ ચાર્લ્સ વગેરે એકસરખી છે. જો કે, આ બન્ને આગાહી સાચી પડે છે કે કેમ તે સવાલ છે.