જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની બમ્પર આવક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢનું માર્કેટીંગ યાર્ડ નવી તુવેરની બમ્પર આવકથી છલકાઇ રહ્યું છે. ખુલતી બજારે અઠવાડીયાના પ્રથમ દિવસ સોમવારે સાદી તુવેરની 5.86 લાખ કિલો અને જાપાની તુવેરની 11,600 કીલોની આવક થઇ છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં સાદી અને જાપાની તુવેરની વિપુલ માત્રામાં આવક નોંધાઇ રહી છે. યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યા અનુસાર એક જ દિવસમાં સાદી તુવેરની 5,86,500 કિલોની આવક થઇ છે. સાદી તુવેરનો 20 કીલોનો ભાવ 1,250થી લઇને 1,559 રૂપિયા સુધીનો રહેવા પામ્યો હતો એજ રીતે જાપાની તુવેરની પણ થોડી આવક થઇ રહી છે.
- Advertisement -
જાપાની તુવેરની આવક સોમવારે 11,600 કીલોની થઇ હતી જાપાની તુવેરનો ભાવ 20 કીલોનો 1,400થી લઇને 1,668 સુધીનો રહેવા પામ્યો હતો. આમ, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસીનો સારો અને પોષણક્ષમ ભાવ મળતો હોય આવકમાં સતત વધારો થઇ રહ્યો છે.