ઇલોન મસ્ક દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે થોડા જ કલાકોમાં દુનિયાનું સૌથી સ્માર્ટ AIને લોન્ચ કરવામાં આવશે. ઇલોન મસ્કે ટ્વિટરને ખરીદીને X નામ આપ્યું છે અને હવે XAI એટલે કે ગ્રોક 3 ને ઇલોન મસ્ક લોન્ચ કરવા માટે તૈયાર છે. ગ્રોક 3 એ ઇલોન મસ્કની કંપનીનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ અને લેટેસ્ટ AI મોડલ છે. આ AIને લાઇવ ડેમોની સાથે લોન્ચ કરવામાં આવશે. તેમ જ એને અત્યાર સુધીનું દુનિયાનું સૌથી સ્માર્ટ AI તરીકે ઇલોન મસ્ક જણાવે છે.
ચેટજીપીટીને ખરીદવાની કરી હતી ઓફર
- Advertisement -
ઇલોન મસ્ક દ્વારા ચેટજીપીટીને ખરીદવાની ઓફર કરવામાં આવી હતી. OpenAIના ચીફ એક્સીક્યુટિવ ઓફિસર સેમ ઓલ્ટમેન દ્વારા એ ઓફરને ઠુકરાવી દેવામાં આવી હતી. ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચે ત્યારથી લઈને અત્યાર સુધી હજી પણ તૂ-તૂ મેં-મેં ચાલતી રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર એકમેક વિરુદ્ધ કમેન્ટ કરતાં રહે છે. તેમ જ ઇલોન મસ્ક હજી પણ ચેટજીપીટી ખરીદવા માટે તૈયાર છે, પરંતુ તેની શરત એટલી છે કે એને નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવે. જોકે આ માટે ઇનવેસ્ટર્સ તૈયાર નથી. આથી ઇલોન મસ્ક દ્વારા પોતાનું જ AI બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે.
ઇલોન મસ્કની પોસ્ટ
ઇલોન મસ્ક દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું છે. આ પોસ્ટ અનુસાર અમેરિકામાં સોમવારે સાંજે 8 વાગ્યે ગ્રોક 3ને લાઇવ ડેમો સાથે લોન્ચ કરવામાં આવશે. એટલે કે આ AI ભારતમાં મંગળવારે સવારે 9:30ની આસપાસ લોન્ચ કરવામાં આવશે.
- Advertisement -
AI ઇન્ડસ્ટ્રીમાં વધી કોમ્પિટિશન
AI ઇન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. ભારત પણ હવે પોતાનું AI બનાવી રહ્યું છે. દરેક દેશ પોતાના માટે AIની તૈયારી કરી રહ્યાં છે. જોકે બીજી તરફ ટેક કંપનીઓ પણ તેમના AIને માર્કેટમાં મૂકી રહી છે. આ AIનો સીધો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. તેમ જ માર્કેટમાં હવે નવી-નવી ટેક્નોલોજીને વિક્સાવવાનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે. ગ્રોક 3ની ટક્કર ચેટજીપીટી સહિત ગૂગલ જેમિની AI અને કોપાઇલોટ અને ડીપસીક જેવા ઘણા AI સાથે થશે. ડીપસીક અને ચેટજીપીટી વચ્ચે ટક્કર હતી, પરંતુ હવે આ રેસમાં ગ્રોક 3 પણ આવી રહી છે. ગ્રોક 3 ખૂબ જ સેન્સિબલ જવાબ આપવાની સાથે ખોટી માહિતી પોતાની રીતે ચેક કરીને ડિલીટ કરશે. આ ફીચર અત્યાર સુધી અન્ય AIમાં જોવા મળ્યું નથી. તેમ જ ઇલોન મસ્કનું કહેવું છે કે આ સ્કેરી સ્માર્ટ AI છે એથી તે દુનિયાનું ખૂબ જ સ્માર્ટ AI પણ છે.