પોતાના વતન અને મતવિસ્તારના રાણપુર ગામે સ્વખર્ચે ઘન કચરાનાં નિકાલ માટે 2 ટ્રેક્ટર ટ્રોલી સાથે ગ્રામ પંચાયતને અર્પણ કરતા પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી
ભાજપની રાજ્યનો વિકાસ રથ અવિરત આગળ વધી રહ્યો છે. સતત પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ આજે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ : જીતુભાઈ સોમાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેને એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શાસનને પ્રજાલક્ષી અને પ્રજાસ્પર્શી બનાવ્યું છે. લોકભાગીદારી ના સાચા આયામ દ્વારા શાસનને પારદર્શી બનાવવાની સાથોસાથ વિકાસ કાર્યોમાં પ્રજાને જોડી વિકાસમાં ભાગીદાર બનાવી છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શનમાં રાજ્યનો વિકાસ રથ અવિરત આગળ વધી રહ્યો છે. સતત પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા ટકોરાબંધ વિકાસ આપને પ્રત્યેક ક્ષેત્રમાં આજે આપને પ્રાપ્ત કરી રહ્યા છીએ. ત્યારે રાજકોટ જીલ્લા પંચાયત પણ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે રાજકોટ તાલુકાના રાણપુર તથા જીયાણા ગામે ગ્રામ્ય વિસ્તારનાં લોકોની અવરજવર, વાહન વ્યવહાર તથા સુખાકારી માં વધારો કરતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. 155 લાખના ખર્ચે રાણપુર એપ્રોચ રોડ તથા જીયાણા એપ્રોચ રોડનું આજ રોજ વિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, મહાનુભાવો અને ગ્રામ્યજનોની ઉપસ્થિતીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી તથા તેમના પતિ સંજયભાઇ રંગાણી દ્વારા આદરણીય મોદી સાહેબનાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ના સુત્રને સાકાર કરવાના ભાગરૂપે પોતાના સ્વ ખર્ચે પોતાના વતન તથા મતવિસ્તાર રાણપુર ગામે (2) ટ્રેક્ટર ટ્રોલી સાથે સ્વ.ભીમજીભાઈ રંગાણી તથા ગુરૂદેવ લક્કડદાસ બાપુના સ્મરણાર્થે માન.ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતીમાં રાણપુર ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવ્યા હતા. 2 ટ્રેક્ટર ટ્રોલી સાથે અર્પણ થવાથી રાણપુર ગામ સ્વચ્છ અને નિર્મળ બનશે અને ગ્રામ્ય લોકોની સુખાકારીમાં વધારો થશે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા,તાલુકા ભાજપ પ્રમુખ જે.કે.પીપળીયા,અગ્રણીઓ પ્રકાશભાઈ કાકડિયા, કાનજીભાઈ મેઘાણી, રાણપુર સરપંચ પ્રવીણભાઈ કાકડિયા, જીયાણા સરપંચ જયસુખભાઈ મોતાણી, રાણપુર ગામના આગેવાનો ધીરુભાઈ વાડોદરિયા, પરસોત્તમભાઈ રંગાણી, વિપુલભાઈ રાઠોડ, ભરતભાઈ રંગાણી, ચોથાભાઈ બાબૂતર, સુરેશભાઈ વેકરીયા, ગોવિંદભાઈ અજાણી, રવજીભાઈ ધામેચા, ઘેલાભાઈ બાબૂતર, બાબુભાઇ ધામેચા, લાલજીભાઈ ખોયાણી, કડવાભાઈ ખોયાણી, દિનેશભાઇ પરસાણા,જીયાણા ગામનાં આગેવાનો લાલજીભાઈ સરવૈયા, શૈલેષભાઇ ગાંગાણી, કેતનભાઈ મેવાસિયા, ઉપસરપંચ બાબુભાઇ ઢોલરીયા તથા મહાનુભાવો, અગ્રણીઓ, ગ્રામજનોની ઉપિસ્થિત રહ્યા હતા.