પ્રૌઢ આરોપીની પત્નીને અડપલાં કરી સંભોગની માંગણી કરતો હોવાથી પતાવી દીધાની કબૂલાત
ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીની સાથે સાથે જ તેના વતન પહોંચી ગઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરધારના પૂર્વ ઉપસરપંચની તેની જ વાડીમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે વાડીના ખેતમજૂર મધ્યપ્રદેશના વતનીને ઝડપી લઇ પૂછપરછ કરતાં પૂર્વ ઉપસરંપચની હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું મૃતક પ્રૌઢ ખેતમજૂરની પત્નીને અડપલાં કરતો હતો અને બીભત્સ માંગ કરતો હોય તેને પતાવી દીધાની આરોપીએ કબૂલાત આપી હતી. સરધારના પૂર્વ ઉપસરપંચ હરેશભાઇ મોહનભાઇ સાવલિયા ઉ.53 ગત ગુરુવારે રાત્રે વાડીએ સૂવા ગયા હતા અને શુક્રવારે સવારે હરેશભાઇની લાશ મળી આવી હતી હરેશભાઇને છાતીમાં ત્રિકમ મારી પતાવી દેવાયા હતા લાશ મળી ત્યારે વાડીમાં મજૂરી કરતો મધ્યપ્રદેશના ખરગૌન જિલ્લાના પરદેશી પુરા ગામનો વતની મનોજ તોતારામ પલાસે ગાયબ હતો જેથી મનોજે જ હત્યા કર્યાની પોલીસને દૃઢ શંકા હતી.
- Advertisement -
રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં એક ટીમ મધ્યપ્રદેશ દોડી ગઇ હતી અને મનોજને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દૂધીરપટ ગામેથી ઝડપી લઇ તેને રાજકોટ લઇ અવાયો હતો મનોજ પલાસે પોલીસ સમક્ષ કબૂલાત આપતા જણાવ્યું હતું કે પોતે છ મહિનાથી તેની પત્ની અને બાળકો સાથે હરેશ સાવલિયાની વાડીએ ખેતમજૂરી કરતા હતા હરેશ સાવલિયા તેને કોઇને કોઇ કામ સબબ અલગ અલગ વાડીએ અથવા તો સરધારની બહાર મોકલી દેતો હતો અગાઉ બે વખત તે વાડીએ અચાનક પહોંચી ગયો ત્યારે તેની પત્નીનો હરેશ સાવલિયાએ હાથ પકડ્યો હતો તે જોવા મળ્યું હતું જે બાબતે તેની પત્નીને પૂછતાં પત્નીએ કહ્યું હતું કે, વાડીમાલિક હરેશ સાવલિયા મનોજની ગેરહાજરીમાં વાડીએ પહોંચતો હતો અને કોઇને કોઇ રીતે તેની પત્નીને શારીરિક અડપલાં કરતો હતો, તેમજ બીભત્સ માંગ પણ કરતો હતો હરેશ સાવલિયા ખેતમજૂરની પત્નીને મોબાઇલમાં મેસેજ પણ કરતો હતો. પત્નીની વાત સાંભળ્યા બાદ મનોજ સમસમી ગયો હતો અને વાડીમાલિક હરેશની હત્યા કરવાનો પ્લાન કર્યો હતો દરમિયાન હરેશ સાવલિયાની અન્ય એક વાડીમા મજૂરી કરતો પરિવાર લગ્ન પ્રસંગમાં તેના વતન જતાં પંદરેક દિવસથી હરેશે મનોજ અને તેના પરિવારને જામફળ વાડીએ કામ કરવાનું કહ્યું હતું. મનોજે પોતાની પત્ની અને બાળકોને વતન મોકલી દીધા હતા અને હત્યાના બે દિવસ પહેલાં તેના પિતાને પણ રવાના કરી દીધા હતા શુક્રવારે વહેલી સવારે મનોજે વાડીમાલિક હરેશ સાવલિયાને ત્રિકમનો ઘા ઝીંકી પતાવી દીધો હતો. હત્યામાં અન્ય કોઇની સંડોવણી હતી કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.



